દેશની અદાલતોમાં લાખો કેસોનાં ભરાવા વચ્ચે ફટાફટ નિકાલ માટે અનેકવિધ સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે એક મહત્વની બાબત એ છે કે 2023 માં સુપ્રિમ કોર્ટમાં 95.7 ટકા કેસોનો નિકાલ આવી ગયો છે.સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સર્વોચ્ચ અદાલતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 82328 કેસોમાં ચુકાદા આવ્યા છે જે ગત વર્ષે આ ગાળામાં 75554 કેસોમાં ચુકાદા આવ્યા હતા.
દેશમાં ઓલ ઈન્ડીયા જયુડીશ્યલ ડેટા ટ્રાન્સપરન્સી પોર્ટલ-નેશનલ જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચનાના આઠ વર્ષ બાદ હવે સુપ્રિમ કોર્ટને ઓનબોર્ડ પ્લેટફોર્મ મળ્યુ છે. જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચના 2015 માં થઈ હતી તેમાં તમામ રાજયોમાં તાલુકાથી માંડીને હાઈકોર્ટમાં પેન્ડીંગ કેસોની વિગતો ઉપલબ્ધ બનાવવામાં આવી હતી ન્યાયીક પ્રક્રિયા ઝડપથી બનાવવાનાં ઉદેશ સાથે તેની રચના કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટમાં 2023 માં પક્ષકારોનાં કેસ દાખલ કરવાનું પરફોર્મન્સ જોકે નબળુ જ હતું.સર્વોચ્ચ અદાલતે રજુ થયેલા 61 ટકા સિવીલ કેસ ડીસમીસ કર્યા હતા 22 ટકાનો નિકાલ કર્યો હતો. માત્ર 17 ટકા કેસ જ દાખલ કર્યા હતા. આજ રીતે 64.4 ટકા ક્રિમીનલ કેસ ડીસમીસ કરી દીધા હતા અને માત્ર 13.2 ટકા જ દાખલ કર્યા હતા.
સુપ્રિમ કોર્ટમાં હાલ 80344 કેસ પેન્ડીંગ છે. તે પૈકીનાં 16000 ફાઈલ થઈ ગયા હોવા છ્તાં હજુ રજીસ્ટર્ડ થયા નથી.