નવીદિલ્હી, સુપ્રીમકોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ તરીકે ૨૨ વર્ષના લાંબા અંતરાલ બાદ વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના પુર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ ફરી ચુંટાઈ આવ્યા છે.
સુપ્રીમકોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ તરીકે સિબ્બલ અગાઉ બે વખત ચુંટાઈ આવ્યા. હવે ૨૨ વર્ષના અંતરાલ બાદ ફરી તેઓ એસસીબીએન (અયક્ષ) તરીકે ચુંટાઈ આવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કપિલ સિબ્બલને અભિનંદન પાઠવ્યા છે.
એસસીબીએના અધ્યક્ષ પદની હોડમાં આદિશ અગ્રવાલ, પ્રદીપકુમાર રાય, પ્રિયા હિંગોરાજી ત્રિપુરાટી રે, નીરજ શ્રીવાસ્તવ જેવા વરિષ્ઠ વકીલો હતા.