
સીને જગતના સુપરસ્ટાર થલાઈવા રજનીકાંતની તબિયત લથડી છે જેને લઈને તેમને હૈદરાબાદ ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અપોલો હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આજે સવારે રજનીકાંતને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમને બ્લડ પ્રેસર સંબંધી તકલીફો ઉભી થઇ હતી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહિ થાય ત્યાં સુધી તેમને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.