સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસની ત્રણ અઠવાડિયા પછી સુનાવણી કરશે. કોર્ટે તમામ પક્ષકારોને ૨ સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. સીજેઆઈએ કહ્યું કે જો કોઈ પક્ષ પોતાનો જવાબ દાખલ કરવા માંગે છે, તો તેને ૨ અઠવાડિયાની અંદર અથવા તે પહેલાં દાખલ કરવો પડશે. જો કોઈ કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવામાં નહીં આવે તો કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરવાનો અધિકાર જતો રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ આસ્થા શર્મા પશ્ચિમ બંગાળ માટે નોડલ ઓફિસર હશે. બીજી બાજુથી વકીલ શાલિની કૌલ, પાર્થ ચેટર્જી અને શેખર કુમાર નોડલ ઓફિસર હશે.
૭ મેના રોજ, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ૨૪,૦૦૦ થી વધુ સહાયક શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.સુપ્રીમે કહ્યું હતું કે સીબીઆઇ કૌભાંડની તપાસ ચાલુ રાખશે, પરંતુ ઉમેદવારો અથવા અધિકારીઓ સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરશે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રતિબંધ વચગાળાનો પ્રતિબંધ છે. જો જીઝ્ર ને આગળ કોઈ વ્યક્તિની નિમણૂક ગેરકાયદેસર લાગે તો તેણે તેનો પગાર પાછો આપવો પડશે. સીબીઆઈ હજુ પણ આ કેસની તપાસ કરી શકે છે, પરંતુ આ તપાસના આધારે ધરપકડ જેવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
રાજ્ય સરકારે લગભગ ૨૫ હજાર શિક્ષકો/શાળા કર્મચારીઓની નોકરીઓ રદ કરવાના કલકત્તા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં અરજી દાખલ કરી છે. ભ્રષ્ટાચારના કારણે ૨૦૧૬ની આ નિમણૂંકો કલકત્તા હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. આ સાથે આ શિક્ષકોને તેમના પગાર વ્યાજ સહિત પરત કરવા જણાવ્યું હતું.