સની દેઓલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની નફરત માટે રાજકીય રમતોને જવાબદાર ઠેરવી

મુંબઈ, અભિનેતા અને લોક્સભાના સભ્ય સની દેઓલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની નફરત માટે રાજકીય રમતોને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે બંને દેશોના લોકો એકબીજા માટે સમાન પ્રેમ ધરાવે છે. તેની આગામી ફિલ્મ ’ગદર ૨’ના ટ્રેલરને રિલીઝ કરવા માટે બુધવારે રાત્રે આયોજિત એક કાર્યક્રમમાં અભિનેતાએ કહ્યું કે બંને દેશના લોકો એકબીજા સાથે લડવા માંગતા નથી.

અભિનેતાએ કહ્યું, ’શું આપવું અને શું લેવું તે ફક્ત તેના વિશે નથી, તે માનવતા વિશે છે. બંને દેશો વચ્ચે ઝઘડો ન થવો જોઈએ. બંને પક્ષે સમાન પ્રેમ છે. આ એક રાજકીય રમત છે જે બધી નફરત પેદા કરે છે અને તમે આ ફિલ્મમાં પણ તે જ જોશો. ગુરદાસપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદે પત્રકારોને કહ્યું, જનતા નથી ઈચ્છતી કે અમે એકબીજા સાથે ઝઘડો કરીએ. છેવટે, આપણે એક જ પૃથ્વીના છીએ.

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ’ગદર ૨’ ૨૦૦૧ની સુપરહિટ ફિલ્મ ’ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમિષા પટેલની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.