મુંબઇ, સની દેઓલની ફિલ્મ ગદર ૨ જબરદસ્ત રિસ્પોન્સ મેળવી રહી છે. રિલીઝનાં ૫ દિવસમાં જ આ ફિલ્મે આશરે ૨૨૯ કરોડની બોક્સ ઓફિસ કમાણી કરી લીધી છે. ત્યારે સની દેઓલનાં ફેન્સ સની દેઓલની એક ઝલક જોવા માટે તેમને શોધતાં રહેતાં હોય છે. હાલમાં જ સની દેઓલનો ફેન્સ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે તેમાં એક્ટરને લોકો ટ્રોલ કરી રહ્યાં છે.
વીડિયોમાં સની દેઓલ કોઈ બિલ્ડિંગમાંથી બહાર આવતાં દેખાઈ રહ્યાં છે. બિલ્ડિંગની બહાર સનીનાં ફેન્સ ઊભા છે અને હાથ મળાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સની તેમને જોઈને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને તે લોકોને મળ્યાં વગર જ પોતાની કારમાં બેસી જાય છે.
સનીનાં આ પ્રકારનાં વ્યવહારને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે સની દેઓલ ઘમંડી થઈ ગયાં છે. એક યૂઝરે તો લખ્યું કે સક્સેસ તેમના મગજ પર ચડી ગઈ છે. તે ઘણાં એરોગેંટ થઈ ગયાં છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે સફળતા સનીનાં માથા પર ચડી ગઈ છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે, તેમનો આ વ્યવહાર પ્રતિકારાત્મક છે. તેમણે છૂત-અછૂતનાં ભેદભાવને જાળવી રાખ્યું છે.
સની દેઓલ કહે છે કે હંમેશાથી આ દેશ હિંદી સિનેમાનો દેશ રહ્યો છે. બોલિવુડ કંઈ નથી. કેમ હોલીવુડ અને બોલિવુડ આપણું કલ્ચર નથી. કેમ કોઈની નકલ કરવી છે. હું કોઈની નકલ નથી કરતો. હું સીન પણ પ્રિપેર કરીને નથી આવતો હું ઈમોશનમાં વહી જાઉ છું. હું ડાયરેક્ટરનો પણ ડાયરેક્ટર છું. આ ખાસ વાતચીત વખતે જ્યારે સનીને તેમની પોલિટિકલ લાઈફને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે ’ગદર-૨’ વિશે વાત કરતા આ વાતને ટાળી દીધી.