સની દેઓલ અને શબાના આઝમી પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યાં છે

મુંબઇ, સની દેઓલ અને શબાના આઝમી પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યાં છે. કરણ જોહરની ’રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં શબાના આઝમીએ સની દેઓલના પિતા ધર્મેન્દ્ર સાથે કામ કર્યું હતું. તેમની ક્સિ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેઓ હવે રાજકુમાર સંતોષીની ’લાહોર ૧૯૪૭’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ રોમૅન્ટિક જોડી તરીકે જોવા નહીં મળે. જોકે આ ફિલ્મમાં શબાના આઝમી એક હિન્દુનું પાત્ર ભજવી રહી છે જે લાહોરમાં રહેતી હોય છે.

તેની આ હવેલી તેને વારસામાં મળી હોય છે, પરંતુ ભાગલા બાદ એ હવેલીને ઇન્ડિયાથી પાકિસ્તાન આવતી એક મુસ્લિમ ફૅમિલીને આપવામાં આવે છે. જોકે શબાના આઝમી તેની હવેલી છોડવા તૈયાર નથી હોતી. આ ફિલ્મમાં તેમની સાથે પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે. પ્રીતિ ઝિન્ટા સની દેઓલની સામે જોવા મળશે. તેમણે છેલ્લે ૨૦૧૮માં આવેલી ‘ભૈયાજી સુપરહિટ’માં કામ કર્યું હતું.