મુંબઇ,
બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તે ફિલ્મ હેરાફેરી ૩નો હિસ્સો હશે નહીં તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટને લઇ અસંતોષ વ્યકત કર્યો હતો. ત્યારબાદ અક્ષયકુમારે ફિલ્મ હેરાફેરી ૩થી ખુદને અલગ કરી દીધો છે.જયારે તેની જગ્યાએ ફિલ્મમાં અભિનેતા કાતક આર્યનની એન્ટ્રી થઇ ગઇ છે.આ બધાની વચ્ચે અક્ષયકુમારના આ નિર્ણયને લઇ પ્રશંસકોમાં આશ્ચર્ય ફેલાયુ છે અને અક્ષયની ફિલ્મમાં વાપસીની આશા કરી રહ્યાં છે આ સમગ્ર વિવાદ પર હવે હેરાફેરીના બીજા અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સુનીલ શેટ્ટીએ કહ્યું કે તે ફિલ્મ હેરાફેરી ૩ને લઇ તે મેકર્સથી વાત કરશે દિગ્ગજ અભિનેતાએ અંગ્રેજી વેબસાઇટને આપેલ મુલાકાતમાં કહ્યું હતું કે બધુ જ ટ્રેક પર હતું પરંતુ મને ખબર નહીં અચાનક શું થયું કે અક્ષય હવે તેનો હિસ્સો નથી એકવાર ધારાવી બેંકનું પ્રમોશન પુરૂ થયા બાદ હું ફિરોજ (નડિયાદવાળા પ્રોડયુસર)ની સાથે બેસીશ અને સમજાવીશ કે આવું કેમ અને કેવી રીતે થયું અક્ષય,પરેશ અને હું ફિલ્મ માટે હા પણ પાડી દીધી હતી અને આ ટ્વિસ્ટે મને ચોંકાવી દીધો છે.
અભિનેતાએ કહ્યું કે તે હજુ પણ આશા કરી રહ્યાં છે કે વાત ઠીક થઇ શકશે તેમણે કહ્યું કે હેરાફરી ૩ અક્ષય વિના પહેલા જેવી થઇ શકે નહી રાજુ બાબુ ભૈયા અને શ્યામ પ્રતિષ્ઠિત ભૂમિકા છે જેની સફર એક સાથે રહ્યો છે જયારે તમે આ ફિલ્મનો ઉલ્લેખ કરો છો તે એકસાઇટમેંટ સ્પષ્ટ થાય છે હું જોવા માંગુ છું કે શું વસ્તી હજુ પણ ઠીક થઇ શકે છે.