સુરતની સુમુલ ડેરીને શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ અપાયો છે. ઈન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા એવોર્ડ અપાયો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે એવોર્ડ અપાયો છે. અઢી લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી રોજગાર મેળવે છે. પશુપાલકો દરરોજ ૧૨ કરોડ રૂપિયાની આવક મેળવે છે.
ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે. આખા દેશમાં શ્રેષ્ઠ યુનિટ તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા સમયના પ્રવાહની સાથે ટેકનોલોજીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને તેનું પરિણામ પણ સારું આવી રહ્યું છે.
સુમુલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે. ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ સુમુલને અપાયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે સુમુલને એવોર્ડ આપવામાં આવ્યો છે. સુમુલના ચેરમેન માનસિંગ પટેલ સહિત ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો છે. સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ પાંચ લાખ લિટરની ક્ષમતા અને અદ્યતન ટેકનિકલ સાધનો સાથે સ્થાપિત છે અને ઉર્જા કાર્યક્રમ કામગીરીને યાને લઇ વેસ્ટ ઝોન ડેરીમાં સુમુલ પ્રથમ ક્રમે આવ્યું છે.