ગોધરા,મોરવા(હ)તાલુકાના સુલીયાત ગામે આવેલા ડાંગી ફળિયામાં રહેતા ભારતભાઈ દાનાભાઈ ડાંગીએ મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતુ કે,વિરભદ્રસિંહ વિરસિંહ વસૈયા ગત માસની 15 તારીખે સવારના સમયે તેઓને જણાવ્યુ હતુ કે, તુ મોટો નેતા થઈ ગયો છે. મીડિયાવાળાઓને ઈન્ટરવ્યુ આપે છે, તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા જેને લઈને ભારતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા વિરભદ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. અને ભારતભાઈને લાફા ઝીંકી દીધા હતા. જણાવ્યુ હતુ કે, હવે પછી મીડિયાવાળાઓને ઈન્ટરવ્યુ આપ્યુ તો ગામમાં રહેતા દઈશ નહિ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે ભારતભાઈએ આપેલી ફરિયાદના આધારે મોરવા(હ)પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.