સુખસર એમ.જી.વી.સી.એલ તંત્રનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે. જેમાં વીજ ગ્રાહકોને વીજ પ્રવાહ બાબતે કોઈ પણ પ્રશ્ર્ન ઉભો થતાં તેની ફતેપુરા ખાતે એમ.જી.વી. સી.એલ કચેરીમાં જાણ કરવામાં આવે છે અને કમ્પ્લેન નોંધવામાં આવે છે. જ્યારે કમ્પ્લેન નોંધાવ્યાના દિવસો કે કક્યારેક મહિનાઓ વિધવા છતાં ધ્યાન આપવામાં આવતું નહીં હોવાની ફરિયાદો ઊઠે છે.
તેવી જ રીતે હાલ છેલ્લા દસ દિવસ ઉપરાંત માનાવાળા તથા નાના બોરીદામાં ઘર વપરાશ માટે આપવામાં આવતા વીજ પ્રવાહની ડી.પી. બળી જતા તેની ફતેપુરા એમ.જી.વી. સી.એલ કચેરીમાં અનેકવાર જાણ કરવા છતાં ત્યાંથી સુધરી જશેના આશ્વાસન આપવામાં આવે છે. પરંતુ આજદિન સુધી આ ડી.પી. સુધારવા બાબતે અથવા નવીન ડી.પી. નાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું નહીં હોવાની બુમો ઉઠી રહી છે. જોકે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ
ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. તેવા જ સમયે વીજ પ્રવાહ બંધ હોય સ્થાનિકો મુશ્કેલી ભોગવતા હોવાનું જાણવા મળે છે. ત્યારે સત્વરે નવીન ડી.પી નાખી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો
મુજબ ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદા તથા નાના બોરીદામાં ઘર વપરાશ માટે આપવામાં આવતા વીજ પ્રવાહની ડી.પી દશ દિવસ ઉપરાંત થી બળી જવા પામેલ છે.જેના લીધે હાલ ઘર વપરાશનો વીજ પ્રવાહ બંધ છે. જેની રજૂઆત ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં કરવામાં આવેલી છે. અને જયાંથી વહેલી તકે નવીન ડી.પી. નાખી વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશેનું આશ્વાસન આપવામાં આવેલ છે. પરંતુ આજ : દિન સુધી ડી.પી. રીપેરીંગ કરવામાં આવી નથી કે નવીન ડી.પી નાખવામાં આવી નથી. જેના લીધે આ બંને ગામોના સ્થાનિકો વીજ પ્રવાહ વિના અંધારા ઉબેચી રહ્યા છે.