સુખસરના લખણપુર ગામે અકસ્માતે કુવામાં પડી જતાં યુવાનનુ મોત

ફતેપુરા, ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારમાં આવેલા લખણપુરનો 40 વર્ષિય યુવાન સુખસર બજારમાં ખાતર લેવા નીકળ્યા બાદ પરત ધરે નહિ આવતા તેની શોધખોળ દરમિયાન તે યુવાનની લાશ ગામના કુવામાંથી મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક યુવાનની લાશ પી.એમ.માટે સુખસર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હોવાનુ જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના લખણપુરના તળગામ ખાતે રહેતા ચારેલ વિરસીંગભાઈ મનજીભાઈ(ઉ.વ.40)જેઓ ધરના સભ્યોને સુખસર ખાતર લેવા જવાનુ કહી ધરેથી નીકળ્યા હતા. ત્યારબાદ મોડે સુધી પરત નહિ આવતા ધરના સભ્યોએ આસપાસ તથા પરિચીતો અને સગાસંબંધિઓમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.દરમિયાન પોતાના મકાનથી આશરે દોઢસો મીટરના અંતરે આવેલ એક કુવામાં વિરસીંગભાઈના ચંપલ તરતા જોવા મળ્યા હતા. જેથી ગામના લોકો કુવા પર દોડી આવ્યા હતા. અને વિરસીંગભાઈનો મૃતદેહ કુવામાં હોવાની ખાતરી થતાં તાત્કાલિક સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે પહોંચી કુવામાંથી લાશને બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.