મુંબઈ,
રૂ. ૨૦૦ કરોડના કૌભાંડમાં દિલ્હી કોર્ટે મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઈડીને સુકેશની પત્ની લીના મારિયાના નામે રજિસ્ટર્ડ ૨૬ ગાડીઓની લીલામી કરવાની પરવાનગી આપી છે.આ વાહનોને તપાસ અજેન્સીએ પહેલેથી જપ્ત કરી રાખ્યા છે.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ કોર્ટને જણાવ્યું હતું કે ઈડીએ વાહનોને કસ્ટડીમાં લીધી છે. આ વાહનોને ભ્રષ્ટાચાર સંબંધી કેસની તપાસ દરમ્યાન જપ્ત કરાયા હતા. આર્થિક ગુના શાખાએ કોર્ટ પાસે પરવાનગી માગી હતી કે ઈડી સાથે લીલામીમાં તેમને પણ સહભાગી થવાની પરવાનગી આપવામાં આવે. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે જો વાહન તપાસ દરમ્યાન જપ્ત કરાયા છે તો એ ચાલુ અવસ્થામાં હશે અને સાથે જ તેના સારસંભાળનો ખર્ચ સરકારી તિજોરી પર બોજો નાખશે.
એડિશનલ સેશન્સ જજે આ કેસમા વકીલોની દલીલ સાંભળ્યા બાદ ઈડીને લીલામીની પરવાનગી આપી છે. કોર્ટે આર્થિક ગુના શાખાના અધિકારીઓને પણ સહભાગી થવાની પરવાનગી આપી છે.
કોર્ટે ઈડીને ગાડીઓની લીલામી સંબંધી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે બધા વાહનોની યાદી તેના રજિસ્ટ્રેશન નંબર, એન્જીન નંબર અને વાહનોની તસવીરો તૈયાર કરવાનું પણ જણાવ્યું છે. સુકેેશને અદાલતમા રજૂ કરાયો હતો. આથક ગુના શાખાના અધિકારીઓ તેને કોર્ટની બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને હેપ્પી વેલેન્ટાઈન ડે વિશ કર્યું હતું.
સુકેશે એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે જે આરોપો છે એ સાચા છે. આ કેસને કેન્દ્રીય તપાસ અજેન્સી ક્યારે હાથમાં લે એની રાહ જોઉં છું. સુકેશ પર ફોટસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની સાથે રૃ. ૨૦૦ કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ છે.