સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ લીમખેડાથી કરાવશે પ્રારંભ

દાહોદ,

સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ગુજરાતના ખૂણે ખૂણામાં જળસંચય માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાનનો આવતી કાલે તા. 17 ફેબ્રુઆરીના રોજ ગામ તળાવ, વડેલા ગામ, લીમખેડા ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ પ્રારંભ કરાવશે. જિલ્લાના તળાવ ઊંડા કરવા ચેકડેમ ઊંડા કરવા અને કેનાલોની સફાઈ કરવાના આ મહા અભિયાનના શુભારંભ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત શીતલબેન વાઘેલા તેમજ ધારાસભ્યઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વડેલા ખાતે સવારે 8.30 વાગે કાર્યક્રમ યોજાશે.