સુખસર પીકઅપ સ્ટેન્ડ સામે પાર્કિંગથી મુસાફરો પરેશાન

ફતેપુરા તાલુકાનુ સુખસર ગામ આર્થિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યુ છે. તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત તમામ પ્રકારની સુખસર ગામમાં સેવા મળી રહે છે. જેથી સ્થાનિક લોકોને અન્ય શહેરમાં બજારમાં જવાની ખાસ કરીને જરૂરત પડતી નથી. સુખસરમાં દિવસે મોટી સંખ્યામાં મુસાફર લોકો અવર જવર કરી રહ્યા છે. તેમજ બહારગામથી અવર જવર કરતા લોકોથી બસ સ્ટેશન વિસ્તાર દિવસ દરમિયાન ભરચક રહે છે. તેમજ રાત્રિના સમયે પણ બહારગામથી આવતી પ્રજા જોવા મળે છે. જયારે સુખસર બસ સ્ટેશનને એકમાત્ર પીકઅપ સ્ટેન્ડ આપવામાં આવેલ છે. આ પીકઅપ બસ સ્ટેન્ડ આગળ તથા આસપાસના પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી બસ સ્ટેશન વિસ્તારને બાનમાં લઈ લેવાય છે. ત્યારે બસની રાહ જોતા મુસાફર એસ.ટી.બસની રાહ જોવા ઉપર ઉભુ રહેવાની ફરજ પડે છે. તેમજ બસોના ચાલકો પણ માર્ગ ઉપર ઉભી રાખી પેસેન્જરોને ઉતરવા તથા બેસાડવા મજબુર બન્યા છે.