મુંબઇ : શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને અલી બાગમાં બીજો પ્લોટ ખરીદ્યો છે. ે આ વખતે તેણે ૯.૫૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. જેના માટે તેણે ૫૭ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચુકવી છે. સુહાનાએ આ સોદો ૧૩ ફેબુ્રઆરીના રોજ કર્યો હતો.દસ્તાવેજોના અનુસાર અલીબાગના રાયગઢ સ્થિત થાલ ગામમાં પાર્સલ આકારમાં ૭૮,૩૬૧ વર્ગફૂટમાં આ જમીન ખરીદી છે.
ઉલ્લેખનીય છે કે, સુહાનાએ અલીબાગમાં આ બીજી જમીન ખરીદી છે. આઠ મહિના પહેલા તેણે ૧૨.૯ કરોડમાં ત્રણ બહેનો પાસેથી ખરીદી હતી. અલીબાગના ગામો બોલીવૂડ સેલિબ્રિટિઓને આકર્ષી રહ્યા છે. શાહરૂખ ખાન પણ થાલમાં વૈભવી સી-ફેસિંગ મિલકત ધરાવે છે.
અલીબાગમાં રણવીર સિંહ-દીપિકા પદુકોણ, સચીન તેડુલકર, રોહિત શર્મા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ પણ પ્રોપર્ટી ખરીદી છે.
શિરડી ન્હાવા સેવાથી જોડતા અટલ સેતુ દરિયાઇ પુલના કારણે કનેક્ટિવિટી સુધરતા આ વિસ્તારની લોકપ્રિયતામાં વધારો થયો હોવાથી લોકો અહીંની પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે.