સુહાગરાતની વાત થી જ પતિ ભાગતો હતો દૂર…..શા માટે પતિ કરતો હતો આવું કામ જવો…..

શારીરિક સબંધ બાંધવામાં સક્ષમ નહિં હોવા છતાં વડોદરાની કોડભરી કન્યા સાથે લગ્ન કરનાર મુંબઇના યુવક તેમજ તેના પરિવારજનોના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસ ફરિયાદ કરી છે.

પરિણીતાએ કહ્યું છે કે,મારા લગ્ન આઠ મહિના પહેલાં મુંબઇના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ વડોદરાની હોટલમાં રાત રોકાયા ત્યારે પતિએ આજે ખૂબ થાકી ગયો છું તેમ કહી અલગ સૂઇ ગયો હતો.હું તેની સાથે મુંબઇ ગઇ ત્યારે મારી સાસુ અને નણંદ પતિને મોડીરાત સુધી બહારના રૃમમાં બેસાડી રાખતા હતા.હંુ સૂઇ જાઉં પછી તે આવતો હતો.

પરિણીતાએ કહ્યું છે કે,અમે હનીમૂન માટે વિદેશ ગયા ત્યારે મેં સામે ચાલીને સબંધ માટે પ્રયાસ કરતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી મને બેડ પરથી ફેંકી દીધી હતી.આમ,મારો પતિ શારીરિક સબંધ માટે સક્ષમ નહિં હોવા છતાં આ વાત છુપાવી લગ્ન કર્યા હતા.મારો પતિ વિદેશ જતો રહેતાં મેં ફાઇલ મૂકવા વાત કરી તો સાસુ-નણંદે રૃ.૫ લાખ માંગ્યા હતા.

પતિએ મને શારીરિક સબંધની વાત કોઇને કહીશ તો જોઇ લેવાની ધમકી આપી હતી.જ્યારે,મારી સાસુ-નણંદે આ વાત કોઇને કહીશ તો મારો પતિ સ્યુસાઇડ કરી લેશે અને તારૃં નામ લખી જશે..તેમ કહી ધમકી આપી હતી.જે પી રોડ પોલીસે ફરિયાદને આધારે પતિ,સાસુ,સસરા અને નણંદ સામે ઇપીકો કલમ ૪૯૮એ,૩૨૩,૨૯૪ બી,૫૦૬(૨) અને દહેજ પ્રતિબંધની ધારા ૩ હેઠળ ગુનો નોંધ્યો છે.