સૂફી નાઇટમાં પરિણીતીએ સાસરિયાઓ પર લૂંટાવ્યો પ્રેમ, રાઘવ સાથે ખૂબ ડાન્સ કર્યો

મુંબઇ. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chaddha) જલ્દી જ સાત ફેરા લેવાના છે. બંનેની વેડિંગ ડેટથી લઇને વેન્યૂની ડિટેલ સામે આવી ચુકી છે. 24 સપ્ટેમ્બરે બંને લગ્ન કરવા જઇ રહ્યાં છે, તેવામાં હવે લગ્નના (Parineeti Chopra Raghav Chadha wedding) ફંક્શન શરૂ થિ ગયા છે. દિલ્હીમાં અરદાસ બાદ કપલે ફેમિલી અને મિત્રો માટે સૂફી નાઇટનું આયોજન કર્યુ જેમાં ઘણા લોકો પહોંચ્યા હતાં. આ સૂફી નાઇટના ફોટો અને વીડિયોઝ સતત સામે આવી રહ્યાં છે.

તાજેતરમાં જ પરિણીતી અને રાઘવના રોયલ વેડિંગનું કાર્ડ વાયરલ થયું હતું. બંને રાજસ્થાનમાં સાત ફેરા લેશે. તેની પહેલા દિલ્હીમાં અરદાસ સાથે તેમના લગ્નના ફંક્શન શરૂ થયા. તેવામાં 20 સપ્ટેમ્બરે રાઘવના નવી દિલ્હી સ્થિત આવાસ પર દુલ્હા-દુલ્હને પોતાના નજીકના મિત્રો અને પરિવાર માટે એક સૂફી નાઇટનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા જોનાસ ભલે જોવા ન મળી પરંતુ તેની મા મધુ ચોપરા અને ભાઇ સિદ્ધાર્થે સૂફી નાઇટમાં હાજરી આપી હતી.

તેવામાં સોશિયલ મીડિયા પર આ સૂફી નાઇટના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, જેમાં કપલ ખૂબ જ મસ્તી કરતું દેખાઇ રહ્યું છે. એક વીડિયોમાં પરી પોતાના પરિવારના લોકોને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી. વીડિયોમાં એક્ટ્રેસની ખુશી સ્પષ્ટપણે ઝળકી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને રાઘવની આ સૂફી નાઇટમાં મહેમાન મંત્રમુગ્ધ થઇ ગયા. કથિતરૂપે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફંક્શનમાં એક લાઇવ બેંડે ફેમસ બોલિવૂડના ગીતો પણ વગાડ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સૂફી નાઇટમાં ‘તુમ્હે દિલ્લગી ભૂલ જાની પડેગી’ અને ‘જય યમલા પગલા દિવાના’ સહિત ઘણા ગીતો વગાડવામાં આવ્યા હતાં. આ ફંક્શન નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયું હતું.

જણાવી દઇએ કે 13મે ના રોજ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંનેએ સગાઇ કરી હતી. ત્યારે પ્રિયંકા ચોપરા પણ ભારત આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીસી પોતાની દીકરી માલતી અને પતિ નિક સાથે પરિણીતીના લગ્નમાં સામેલ થશે.