મુંબઈ,મુંબઈની એક અદાલતે આઈઆઈટી બોમ્બેનાં છાત્ર દર્શન સોલંકીની આત્મહત્યાના મામલામાં ધરપકડ થયેલ છાત્ર અરમાન ખત્રીને અદાલતે જામીન પર છોડયો છે.કોર્ટે જણાવ્યું હતું કે માત્ર સુસાઈડ નોટમાં લાગેલ આરોપથી એ નિષ્કર્ષ પર જવુ સાચુ નથી કે આરોપીએ ઉશ્કેરવાનો અપરાધ કર્યો છે. અદાલતે શનિવારે પોતાના આદેશમાં જણાવ્યું હતુંકે એ બતાવવા રેકર્ડમાં કંઈપણ નથી કે ખત્રી જાતિગત ભેદભાવના આધારે સોલંકીને પરેશાન કરતા હતા કે તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોય. ખત્રીની એપ્રિલમાં ધરપકડ કરાઈ હતી. એડીશ્ર્નલ જજ એ.પી. કુનાડેએ શનિવારે તેને જામીન આપ્યા હતા. અમદાવાદનો રહેવાસી અને બી.ટેકનો ફર્સ્ટ યરના છાત્ર સોલંકી એમેસ્ટરની પરીક્ષા પુરી થયાના એક દિવસ બાદ ૧૨ ફેબ્રૂઆરીએ પવઈ સ્થિત આઈઆઈટી પરિસરમાં એક હોસ્ટેલનાં સાતમા માળેથી કુદી બાદ તેનુ મૃત્યુ થઈ ગયુ હતું
ત્રણ સપ્તાહ બાદ પોલીસની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોલંકીના રૂમમાંથી એક લાઈનની નોટ મળી હતી જેમાં લખ્યુ હતું કે અરમાને મને માર્યો છે.પોલીસ ૯ એપ્રિલે ૨૦૨૩ ના અરમાન ખત્રીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેના ધર્મના બારામાં વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ સોલંકીને એક પેપર કટર દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ખત્રીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેમના કથીત અપરાધ સામે કોઈ સંબંધ નથી અને તેને ઘટનાના બે મહિના બાદ શંકા સાથે તેની ધરપકડ કરાઈ હતી.