મુંબઇ,ગુરુવારે સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૯૫.૪૨ પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે ૭૨,૫૦૦.૩૦ પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી પણ અંતે ૩૧.૬૫ પોઇન્ટના વધારા બાદ ૨૧૯૮૨.૮૦ના સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય રૂપિયો પણ આજે ૮૨.૯૩ ના પાછલા બંધની સામે ડોલર દીઠ ૮૨.૯૧ પર સ્થિર બંધ રહ્યો હતો. ૨૯મી ફેબ્રુઆરીના રોજ માસિક સમાપ્તિના દિવસે, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન ફાર્મા, એફએમસીજી, આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.
નિફ્ટી માં ટોપ ગેઇનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા કન્ઝ્યુમર, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે, જ્યારે અપોલો હોસ્પિટલ્સ, બજાજ ઓટો, એલટીઆઇમિન્ડટ્રી, આઇશર મોટર્સ અને યુપીએલનો સમાવેશ થાય છે. હેલ્થકેર સિવાય બેન્ક , કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર સહિતના તમામ સેક્ટરમાં ૦.૫-૧ ટકાનો વધારો નોંધાયો હતો.બીએસઇ મિડકેપ ઈન્ડેક્સમાં ૧ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જો કે આજે સવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. એનએસઇ પર સવારે ૯:૩૦ વાગ્યે ૬૩૫ શેર લીલા નિશાનમાં અને ૧૨૯૭ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં પણ આજે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, ટોક્યો, બેંગકોક, સિયોલ અને જકાર્તાના બજારોમાં નરમ વલણ જોવા મળ્યું હતું. શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં તેજીનું વલણ છે. સ્થાનિક બજારે આજે સત્રની શરૂઆત સપાટ નોંધ પર કરી હતી પરંતુ છેલ્લા કેટલાક કલાકોમાં તે રિકવર કરવામાં સફળ રહ્યો હતો. માસિક એક્સપાયરીના કારણે ધંધામાં અસ્થિરતા હતી.
સવારે સેન્સેક્સ ગેઇનર્સની યાદીમાં રિલાયન્સ, મારુતિ સુઝુકી, એમએન્ડએમ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, એસબીઆઇ, એનટીપીસી, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, એલએન્ડટી અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે, જ્યારે એક્સિસ. બેક્ધ, પાવર ગ્રીડ, એચયુએલ, એચયુએલ, એચડીએફસી બેક્ધ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટીસીએસ, નેસ્લે, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેક્ધ, કોટક મહિન્દ્રા અને એલસીએલ ટેક ખોટ સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.