ગોધરા,
પંચમહાલ જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ઉમેદવારીની તક નહી મળતા ભાજપાના ૨૨ જેટલા કાર્યકતા અને ભૂતપૂર્વ હોદ્દેદારો એ અપક્ષ તરીકે તેમજ અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરતાં બીજેપી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા શિસ્ત ભંગના પગલા ભરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારી માટે તક નહી મળતા ભાજપાના ૨૨ જેટલા કાર્યકર્તાઓ અને ભૂતપૂર્વ હોદ્દેદારો એ ભાજપ પક્ષના વિરોધમાં બળવો કરીને અપક્ષ તથા અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ૨૨ પૈકી ૧૦ ઉપરાંત કાર્યકર્તાઓએ બળવો કરીને નગર પાલિકાની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં ભાજપના બે ભૂતપૂર્વ પાલિકા પ્રમુખોને ટીકીટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આવા બીજેપીના બળવા ખોરો વિરૂદ્ધ ભાજપ હાઈકમાન્ડ દ્વારા શિસ્ત ભંટના પગલા લેવામાં આવ્યા છે અને આવા ૨૨ જેટલા બીજેપી કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજેપી પક્ષમાંથી ટીકીટ નહિ મળતાં બળવો કરીને અપક્ષમાં ઉમેદવારી કરનાર કાર્યકર્તાઓ જો ચુંટણી જીતી તો પણ ભાજપ તેમનું સમર્થન નહિ મેળવે તેવું નિવેદન પંચમહાલ ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે.