ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે લાભ સાથે ખુલવા છતાં સ્થાનિક શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો વાળા મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૨.૧૬ પોઈન્ટ ઘટીને ૮૦૪૨૪.૬૮ ના સ્તર પર જ્યારે નિફ્ટી ૩૧.૫૦ પોઈન્ટ વધીને ૨૪,૫૭૨.૬૫ પર બંધ થયો હતો. હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ આજના કારોબાર દરમિયાન નિફ્ટી ૫૦માં ટોપ ગેઇનર્સ હતા. નિટી ૫૦માં એમએન્ડએમ બજાજ ઓટો, એક્સિસ બેક્ધ, ઇન્ડસઇન્ડ બેક્ધ અને ટાટા મોટર્સ ટોપ ગેનર શેરો હતા.
ઓટો અને બેક્ધને બાદ કરતાં, અન્ય તમામ સૂચકાંકોએ ટ્રેડિંગ દરમિયાન લાભ નોંધાવ્યો હતો, જેમાં હેલ્થકેર, આઇટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, ટેલિકોમ, મીડિયા ૦.૫-૨ ટકા વધ્યા હતા.બીએસઇ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫ ટકાનો વ ધારો જોવા મળ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો નોંધાયો હતો. ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ ૦.૨૯% અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ૧.૭૪% વધીને બંધ થયા છે. આ બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ સારું પ્રદર્શન હતું. સોમવારે ભારતીય રૂપિયો યુએસ ડૉલરની સરખામણીએ શુક્રવારના ૮૩.૯૫ થી ૮ પૈસા વધીને ૮૩.૮૭ પર બંધ થયો હતો.
મનીકંટ્રોલના સમાચાર મુજબ,એનઆઇબીઇ લિમિટેડે રત્નાગીરીમાં શિપયાર્ડ ઈન્ફ્રાના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય મિશ્રા ધાતુ નિગમને ૨૮૫ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે ઓએનજીસી વિદેશને તેલ અને ગેસ ઉત્પાદન માટે ૧૬ વર્ષનો કોન્ટ્રાક્ટ એક્સટેન્શન મળે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં તેલની માંગને લઈને ચિંતાના કારણે સોમવારે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. અહીં, જૂનમાં ૧૧% ઘટ્યા પછી જુલાઈમાં આયાતમાં ૮% ઘટાડો થયો છે, જ્યારે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુ.એસ., ક્તાર અને ઇજિપ્ત દ્વારા નવેસરથી યુદ્ધવિરામ વાટાઘાટોએ પણ જોખમ પ્રીમિયમમાં ઘટાડો કર્યો છે.ડબ્લ્યુટીઆઇ અગાઉના બંધ કરતાં ૦.૫૩% નીચા, ૭૫.૧૦ ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ફરી એકવાર સપ્લાય જોખમ ઉભું થયું છે.