પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામની સીમમાં પત્તા નો જુગાર રમતા 9 જુગારીઓ વિજિલન્સના છાપામાં ઝડપાઇ ગયા હતા. જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ અને 10 વાહનો મળી 3 લાખ 51 હજાર 710 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા 8 અને ભાગી છૂટેલા 8 જુગારીઓ સામે ગેમ્બલિંગ એકટ મુજબ કાલોલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
કાલોલ તાલુકાના મલાવ ગામની સીમમાં આવેલા લકુમડા તળાવ પાસે નીલગીરીના ખેતરમાં પત્તા પાનાનો જુગાર રમી રહેલા કેટલાક ઈસમોને સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો મારીને ઝડપી પાડ્યા હતા. પત્તા પાનાનો જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી વીજીલન્સની ટીમે ₹. 43 હજાર 999 રોકડા, ₹. 36 હજારની કિંમતમાં 9 મોબાઈલ અને ₹. 2 લાખ 70 હજારની કિંમતના 10 વાહનો મળી ₹. 3 લાખ 51 હજાર 710નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા તમામ જુગારીઓ..
1. રફીક ઈબ્રાહીમ પિત્તલ રહે. ઇદગાહ મોહલ્લા, ગોધરા
2. ઇલ્યાસ ઈબ્રાહીમ ખુધા, રહે. વેજલપુર, કાલોલ
3. વિજયભાઈ મનુભાઈ બેલદાર, રહે. મલાવ, કાલોલ
4. અમરસિંહ કલચંદ ભોઈ, રહે. ગોધરા
5. મનોજભાઈ નાનાભાઈ રાણા, રહે. કાલોલ
6. સલીમ અજિત આલિયા, રહે. વેજલપુર, કાલોલ
7. શિરાજ શબ્બીરભાઈ જલાલ, રહે. વેજલપુર, કાલોલ
8. બિલાલ હમિદ પઠીયા, રહે. વેજલપુર, કાલોલ.
ભાગી છૂટેલા વોન્ટેડ જુગારીઓ
1. અયુબ ઉર્ફે ડીગો હમીદ પાટિયા (જુગાર ચલાવતો મુખ્ય આરોપી)
2. અન્ય 07 વાહન ચાલકો સામે કાલોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાર્યવાહી હાથ અધરવામાં આવી છે.