ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમ નુ પરિણામ વધુ

અમદાવાદ,આજે જાહેર કરાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં, ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી અને ઉર્દુ માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૫.૩૨ ટકા જાહેર થયું છે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ ૬૭.૧૮ ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ઉર્દુ માધ્યમનું ૭૭.૮૭ ટકા જાહેર થયું છે. જ્યારે મરાઠી માધ્યમનું ૪૯.૦૧ ટકા અને સૌથી ઓછુ પરિણામ હિન્દી માધ્યમનું ૪૬.૩૨ ટકા જાહેર થયું છે.

આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું છે. મોરબી જિલ્લાનું ૮૩.૨૨ ટકા આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. દાહોદ જિલ્લાના લિમખેડાનું માત્ર ૨૨ ટકા જ પરિણામ જાહેર થયું છે.

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ ગ્રુપનુ ૭૨.૨૭ ટકા અને બી ગ્રુપનુ ૬૧.૭૧ ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે એબી ગ્રુપનું ૫૮.૬૨ % પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરિક્ષાનું પરિણામ ૬૫.૫૮ ટકા જાહેર કરાયું છે. એટલે કે ૬૬ ટકા જેટલું પરિણામ સામે આવ્યું છે. આ વર્ષે જાહેર થયેલ પરિણામ ગયા વર્ષ કરતા ઓછુ છે. ગયા વર્ષે ૭૨.૦૨ ટકા પરિણામ જાહેર થયું હતું.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે. બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લો ૮૩.૨૨ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.