- ગત વર્ષની સરખામણીમાં 5.44 ટકા પરિણામ ઓછું.
- જિલ્લામાં અ1 ગ્રેડ સાથે એકપણ પરીક્ષાર્થી નહીં.
લુણાવાડા,સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2023નું પરિણામ 65.58 ટકા જાહેર થયું છે. જેમાં મહીસાગર જિલ્લાનું 45.39 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાના પરિણામમાં A1 ગ્રેડમાં એકપણ પરીક્ષાર્થી નથી. જ્યારે A2 ગ્રેડ સાથે માત્ર 05 જ પરિક્ષાર્થીઓ પાસ થયા છે. મહીસાગર જિલ્લાના કુલ ત્રણ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં લુણાવાડા કેન્દ્રમાં 1124 પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 1119એ પરીક્ષા આપી હતી. જેમાં 591 પરીક્ષાર્થી પાસ થાય છે. આમ લુણાવાડા કેન્દ્રનું 52.82 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે સંતરામપુર કેન્દ્રમાં 491 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 489એ પરીક્ષા આપી હતી. જેમાં કુલ 133 પરીક્ષાર્થી પાસ થયા છે આમ સંતરામપુર પરીક્ષા કેન્દ્રનું 27.20 ટકા પરિણામ જાહેર થયું છે. તો બાલાસિનોર પરીક્ષા કેન્દ્રમાં 127 પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાં 127 એ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 43 પાસ થયા છે, આમ બાલાસિનોર કેન્દ્રનું પરિણામ 33.86 ટકા જાહેર થયું છે.
વર્ષ 2022માં મહીસાગર જિલ્લાનું 50.83 ટકા પરિણામ હતું. તેના કરતાં વર્ષ 2023માં 5.44. ટકા નીચું પરિણામ છે.
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં કુલ 45.39 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ગ્રેડ વાઇસ પાસ થયેલા પરિક્ષાર્થીઓની વાત કરીએ તો A1 ગ્રેડમાં- 0, A2 ગ્રેડમાં-05, B1 ગ્રેડમાં-31, B2 ગ્રેડમાં- 71, C1 ગ્રેડમાં-183, C2 ગ્રેડમાં-346 અને D ગ્રેડમાં- 97 પરિક્ષાર્થીઓ પાસ થયા છે. આમ, મહીસાગર જિલ્લામાં કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ લુણાવાડા કેન્દ્રનું 52.82 ટકા જ્યારે સૌથી નીચું 27.20 ટકા પરિણામ સંતરામપુર કેન્દ્રનું છે. પરિણામ નબળું આવતા શાળા સંચાલકો નિરાશ જિલ્લા આજે જાહેર થહેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નબળું આવતા શાળા સંચાલકો અને ખાનગી કલાસીસોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. આગામી વર્ષના એડમિશનમાં આ પરિણામની અસર વર્તાય તો નવાઇ નહિ, બીજી તરફ વાલીઓમાં પણ ઓછા પરિણામના પગલે હતાશાનો માહોલ સર્જાયો છે. જોકે, પરિણામ નીચું રહેવાના કારણે મેરીટ પણ નીચું જશે અને એડમિશનમાં સરળતા રહેશે તેવું હાલ વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે.