ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અનુલક્ષી દે.બારીયા શહેરના ઝેરોક્ષ સેન્ટરોમાં બંધના પાટીયા લટકતા જોવા મળ્યા : ઓફિસ કાર્યોમાં બાધા

દે.બારીયા,

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચાર માધ્યમિક શિક્ષણ બોર્ડના દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના માટે પારદર્શીતા સાથે તથા નિર્ભય રીતે તટસ્થતા સાથે બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે જીલ્લા અને તાલુકાનું વહિવટી તંત્રએ અનેક ઉપાયો સાથે સંવેદનશીલ સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા સાથે એકશનમાં છે.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને દે.બારીયા શહેરના ઝેરોક્ષ સેન્ટરો બંધ કરાયા છે. તેથી ઝેરોક્ષ મશીન સેન્ટરો ઉપર ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા હોવાથી ઝેરોક્ષનું કાર્ય બંધ કરવાનો આદેશ અપાયો છે. તા.13/03/2023 સોમવારનો સાંજે પાંચ કલાકે પોલીસ સ્ટેશનમાં ઝેરોક્ષ સેન્ટરોના માલિકોની એક મીટીંગ રાખવામાં આવી હતી. ત્યારે જીલ્લાના વહિવટી તંત્રના આદેશ મુજબ મીટીંગમાં સુચના આપી છે. તેવું ઝેરોક્ષ સેન્ટરોના માલિકો જણાવી રહ્યા છે. આમ જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. જેથી આદેશમાં ફેરફાર કરી ઝેરોક્ષ મશીનના સેન્ટરોને શિક્ષણલક્ષી તેમજ કોપી રાઈટના લગતા ઝેરોક્ષના કાર્યો કરવા પર પ્રતિબંધ મુકવો જોઈતો હતો. જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ચાલશે ત્યાં સુધી સેન્ટરો બંધ રહેતા આમ ગરીબલક્ષીના વિકાસના કાર્યોમાં વિલંબમાં પડશે જેથી વિકાસના કાર્યો જેવા આધારકાર્ડ, રેશનકાર્ડ, માં વાત્સલ્યકાર્ડ, બેન્કની પાસબુકનું ઝેરોક્ષ જેવા કાર્યો કરવા માટે જીલ્લાનું વહિવટી તંત્ર સોચ વિચાર કરશે ખરાં ?