ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી ચકાસણી વખતે ગેરરીતિના ૪૦૦ કેસ સામે આવ્યા

અમદાવાદ, ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના સીસીટીવી ફટેજની ચકાસણી દરમિયાન સમગ્ર રાયમા ૪૦૦થી વધુ ગેરરીતિના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૨૬ જેટલા કેસ ફટેજમાં સામે આવ્યાં છે. એ સિવાય ધોરણ.૧૦માં ૧૭૦ જેટલા તેમજ ધોરણ.૧૨ સાયન્સમાં ૧૪ જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જિલ્લા કક્ષાએ હિયરિંગ હાથ ધર્યા બાદ કેસની વિગત શિક્ષણ બોર્ડને મોકલી અપાઈ છે.

જોકે આગામી સમયમાં હવે આ તમામ વિધાર્થીઓને બોર્ડ દ્રારા બ સુનાવણી માટે બોલાવવામાં આવશે. દરમિયાન નિયત કરેલ સજા વિધાર્થીઓને કરવામાં આવશે.ધોરણ.૧૦ અને ૧૨નાં ૧૫.૩૯ લાખ જેટલા વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા ગત તા.૧૧મી માર્ચથી શ થઈ હતી. શિક્ષણ બોર્ડ દ્રારા રાયની કુલ ૫,૩૭૮ બિલ્ડીંગના ૫૪,૨૯૪ જેટલા બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ બ્લોક સીસીટવી કેમેરાથી સ કરાયેલા હતા. શિક્ષણ બોર્ડ દ્રારા ચાલુ પરીક્ષા દરમિયાન એટલે કે, પ્રથમ દિવસની પરીક્ષા પૂર્ણ થયાના બે દિવસમાં જ સીસીટીવી ફટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફટેજની ચકાસણી પૂર્ણ થયા બાદ યાં શંકા જણાઈ હતી તેવા કેસ નોંધવામાં આવ્યાં હતા.

શંકાસ્પદ લગતા તમામ વિધાર્થીઓનું જિલ્લ ાકક્ષાએ હિયરીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. હિયરીંગ દરમિયાન વિધાર્થીઓએ પણ ગેરરીતિ કર્યાનું સ્વિકાયુ હોવાનું જાણવા મળે છે. એ પછી તમામ જિલ્લા ઓએ ફાઈનલ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપી છે.જેમાં સૌથી વધુ ૨૨૬ જેટલા કેસ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયા છે. એ સિવાય ધોરણ.૧૦માં ૧૭૦ જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધોરણ.૧૨ સાયન્સમાં માત્ર ૧૪ જેટલા જ કેસ નોંધાયા છે. આમ આ વખતે બોર્ડ પરીક્ષા બાદ સીસીટીવી ફટેજ દરમિયાન ૪૧૦ જેટલા ગેરરીતિના કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ પરીક્ષા દરમિયાન સ્થળ ઉપર આ વખતે ૪૧ કેસ નોંધાયા હતા. જેમા પણ સૌથી વધુ ૧૯ કેસ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. એ સિવાય ધોરણ.૧૦માં ૧૫ કેસ અને ધોરણ.૧૨ સાયન્સમાં ૭ કેસ નોંધાયા હતા. ગુજકેટમાં પણ ૧ કેસ નોંધાયો હતો. આ તમામનું બોર્ડ દ્રારા આગામી દિવસોમાં બ હિયરિંગ હાથ ધરવામાં આવશે.