ધોરણ 10 અને 12 ની આવનાર બોર્ડ પરીક્ષાને લઈ લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ઉષ માલિકો સાથે મિટિંગ યોજી

લુણાવાડા,રાજ્યમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને લઈ પરિક્ષાર્થીઓ હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નના વરઘોડા નીકળી રહ્યા છે. જેના કારણે બાળકોની પરીક્ષાના અભ્યાસક્રમ ઉપર તેની અસર પડી રહી છે. શહેરમાં રાત્રે મોડે સુધી નીકળતા અતિ ધ્વનિવાળા ઉષ જેનાથી લોકોના સ્વાસ્થય પર પણ તેની અસર પડી રહી છે.

આજે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી,પી.એસ.વળવી. જે.જી.ચાવડાની ઉપસ્થિતિમાં ટાઉન પી આઈ.એ.એન.નિનામા દ્વારા મષ સંચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉષ માલિકોને પોલીસ દ્વારા આગામી યોજાનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાને ધ્યાને લઇ રાત્રીના સમયે 10 વાગ્યા બાદ ઉષ ન વગાડવા માટે સૂચના આપી હતી. પોલીસે દર્શાવેલ સમય મર્યાદ્દા કરતા વધુ સમય જો કોઈ મષ વગાડસે તો પોલીસ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરસે.