ગાંધીનગર, આગામી તારીખ ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શ થવા જઈ રહી છે ત્યારે બોર્ડ દ્રારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. કુલ ૧૫.૩૮ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.આ વખતે ધો.૧૦ની પરીક્ષામાં ૯.૧૭ લાખ, ધો.૧૨ સાયન્સમાં ૧.૩૨ લાખ તથા સામાન્ય પ્રવાહમાં ૪.૮૯ લાખ વિધાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. પરીક્ષા માટે સમગ્ર રાયમાં ૫૩૭૮ બિલ્ડિંગના ૫૪૨૯૪ બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા માટેના કેન્દ્ર પણ જાહેર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં બોર્ડ દ્રારા પરીક્ષા માટેની હોલ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે.ગુજરાત માયમિક અને ઉચ્ચતર માયમિક શિક્ષણ બોર્ડ દ્રારા ૧૧ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈને એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવેલા એકશન પ્લાન મુજબ ધો.૧૦માં આ વખતે ૯૧૭૬૮૭ વિધાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. જેમાં ૫.૧૭ લાખ વિધાર્થીઓ અને ૩.૯૯ લાખ વિધાથનીઓનો સમાવેશ થાય છે. જયારે ધો.૧૨ સાયન્સમાં આ વખતે નિયમિત ૧૧૧૫૪૯ વિધાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૩૮૮૬૩ વિધાર્થીઓ, બી ગ્રૂપના ૭૨૬૬૭ વિધાર્થી અને એબી ગ્રૂપના ૧૯ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. યારે સાયન્સમાં રિપીટર વિધાર્થીઓની સંખ્યા ૨૦૪૩૮ છે. જેમાં એ ગ્રૂપના ૫૮૧૯ વિધાર્થીઓ, બી ગ્રૂપના ૧૪૬૦૪ વિધાર્થીઓ અને એબી ગ્રૂપના ૧૫ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, ધો.૧૨ સાયન્સમાં કુલ ૧૩૧૯૮૭ વિધાર્થીઓ નોંધાયા છે.
આ બિલ્ડિંગના ૩૧૮૨૯ બ્લોકમાં ધો.૧૦ના વિધાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહેશે. ધો.૧૨ સાયન્સમાં ૧૪૭ કેન્દ્ર પર ૬૧૪ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવશે. આ બિલ્ડિંગના ૬૭૧૪ બ્લોકમાં સાયન્સની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૦૬ કેન્દ્ર પર ૧૫૮૦ બિલ્ડિંગના ૧૫૭૫૧ બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આમ, બોર્ડની પરીક્ષામાં કુલ ૫૩૭૮ બિલ્ડિંગના ૫૪૨૯૪ બ્લોકનો પરીક્ષામાં ઉપયોગ કરાશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે જેલના બંદીવાન ખાનગી વિધાર્થીઓ પણ નોંધાયા છે. જેમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૨૭ અને ધો.૧૨ના ૨૮ કેદી પરીક્ષા આપશે. યારે વડોદરા મયસ્થ જેલમાં ધો.૧૦ના ૧૩ અને ધો.૧૨ના ૯ કેદી, રાજકોટ મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૧૬ અને ધો.૧૨ના ૭ કેદી તેમજ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધો.૧૦ના ૧૭ અને ધો.૧૨ના ૧૩ કેદી પરીક્ષા આપશે. આમ, ચારેય મધ્યસ્થ જેમાં મળી ધો.૧૦ના ૭૩ વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે દર વર્ષની જેમ એ ગ્રુપના વિધાર્થીઓની સંખ્યા ઘટે છે યારે બી ગ્રુપના વિધાર્થીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એ ગ્રુપમાં ૩૮૮૬૩ અને બી ગ્રુપમાં ૭૨,૬૬૭ યારે એબી ગ્રુપમાં ૧૯ વિધાર્થીઓ નોંધાયા છે. આ વર્ષે એક ગ્રુપમાં ૧૫૦૦ વિધાર્થી ઘટા છે યારે બી ગ્રુપમાં ૨૮૦૦ જેટલા વિધાર્થીઓ વયા છે. એ ગ્રુપમાં વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં એન્જિનિયરિંગની ખાલી બેઠકોમાં વધારો થશે. શિક્ષણ બોર્ડ દ્રારા આ વર્ષે કેન્દ્રની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ગત વર્ષની સરખામણીએ ૧.૧૫ લાખ પરીક્ષાર્થીઓ ઘટા છે. છેલ્લા બે વર્ષથી માસ પ્રમોશનના લીધે ધોરણ ૧૦ અને ૧૨ માં વિધાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો યારે હવે આ વર્ષે માસ પ્રમોશનની અસર ઘટી છે અને વિધાર્થીઓની સંખ્યા પણ ઓછી નોંધાય છે ગત વર્ષે ૧૬.૫૫ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા યારે આ વર્ષે ૧૫.૩૮ લાખ વિધાર્થીઓ નોંધાયા છે. ગયા વર્ષે ૧૫૨૩ કેન્દ્ર માં પરીક્ષા લેવામાં આવી હતી યારે આ વર્ષે ૧૬૩૬ કેન્દ્રમાં પરીક્ષા લેવાશે.