
અમદાવાદ, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણીને પગલે બોર્ડની પરીક્ષામાં કોપી કેસ અંગેની કાર્યવાહી અટકી ગઈ છે. ધો.૧૦-૧૨ ની પરીક્ષામાં કોપી કેસની સુનાવણી સંબંધે પરીક્ષા સમિતીએ બેઠક માટે ચૂંટણી પંચની મંજુરી માંગી હતી. જોકે પંટે પરવાનગી આપી ન હતી. જેને પગલે બોર્ડની પરીક્ષામાં કોપી કેસમાં ઝડપાયેલા વિગદ્યાર્થીઓની સજા નક્કી કરવાનો નિર્ણય વિલંબમાં મુકાયો છે.
ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ સામે પગલા લેવાયા હતા.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર સીસીટી કેમેરા લગાવાયા હતા. ગુજરાત ઉચ્ચતર અને માયમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂરી થયા બાદ આ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. બાદમાં શંકાસ્પદ કોપી કેસની માહિતી બોર્ડને મોકલવામાં આવી હતી.
પરીક્ષામાં ગેરરીતિના કેસમાં જો વ્યક્તિ દોષી સાબિત થાય તો તેને ૩ વર્ષ કરતા ઓછી ન હોય અને ૫ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધીના દંડ અથવા બન્ને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલાઈ હતી. જેમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૨૬ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જ્યારે ધો.૧૦ માં ૧૭૦ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આમ ધો. ૧૦ અને ૧૨ માં કુલ ૪૫૨ વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા.
અત્યારસુધીમાં મે મહિનાના અંતે અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ ખતે લોક્સભાની ચૂંટણીને પગલે પરિણામ એક મહિનો વહેલુ જાહેર કરાશે તેવી શક્યતા છે.