- દાહોદ એલસીબી પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન આઠ બુટલેગરોને ઝડપી જેલ ભેગા કર્યા.
- પકડાયેલા બુટલેગરો પૈકી એક બુટલેગર પાસેથી ચોરીની બાઈક મળી આવી.
દાહોદ, દાહોદ જીલ્લાના લીમડી તેમજ દાહોદ ગ્રામ્ય વિસ્તારમાં દોઢેક માસ અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં પ્રોહિબિશનની હેરફેરમાં સંડોવાયેલા 5 જેટલા લિસ્ટેડ બુટલેગરો તેમજ અન્ય ત્રણ જેટલા બુટલેગરો મળી પ્રોહીબિશનની હેરફેરમાં સામેલ કુલ આઠ જેટલા બુટલેગરોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી જેલ ભેગા કરતા બુટલેગર આલમમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે.
દાહોદ જીલ્લામાં વિદેશી દારૂની હેરફેરમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા તેમજ પ્રોહિબિશનની બદીને કડક રીતે ડામી દેવા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ એલસીબી પોલીસના પી.આ. કે.ડી.ડિંડોર તેમજ પીએસઆઈ જે.બી. ધનેશા તેમજ એમ.એલ ડામોર સહિતની ટીમોએ પ્રોહિબીશનની બદીમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દોઢેક માસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ની ટીમ દ્વારા ઝાલોદ તાલુકાના લીમડી તેમજ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલા અને દાહોદ પોલીસના લિસ્ટેડ બુટલેગરોની યાદીમાં સામેલ કમલેશ લાલસીંગભાઇ મુનિયા (રહેવાસી દીપ નગર સોસાયટી લીમડી), વિજય ઉર્ફે ભૂરો પ્રેમચંદ કપાસિયા રહે.રોહિતવાસ લીમડી, નીપલ દિનેશભાઈ ભાભોર (રહે.ટાંડી, ઝાલોદ), ગોવિંદભાઈ રમેશભાઈ પારગી (રહેવાસી હમીરપુર, બાગીદોરા બાસવાડા) તેમજ શૈલેષ શંકરભાઈ મુનિયા (રહે.મુંડાહેડા સુથાર ફળીયા)સહિતના 5 આરોપીઓ સહીત પેટ્રોલિંગ દરમિયાન પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ મથકમાં પ્રોહીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી શૈલેષ ચુનિયાભાઈ ગણાવા (રહે. દેવધા ગુંદરા ફળિયા ગરબાડા,) ધાનપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનના કેસમાં સંડોવાયેલા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કઠીવાડા ગોલઆંબા ફળિયાના રવિ દૂરસિંગ કીરાડ ને ઝડપી પાડતા તેની પાસેથી Gj-17-BP-5361 નંબરની શંકાસ્પદ મોટરસાયકલ મળી આવતા પોલીસની તપાસ દરમિયાન આ મોટરસાયકલ પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી હોવાનું સામે આવતા પોલીસે તેમજ પાંચ ચોરીના ગુનામાં ઉપરોક્ત આરોપીને જેલ ભેગો કર્યો હતો. સાથે સાથે દાહોદ ગ્રામ્ય પોલીસ પથકના પ્રોહીબીશનના ગુનામાં ત્રણ માસથી નાસતા કરતા વિકાસ બાદર પલાસ (રહેવાસી માતવા પટેલ ફળિયા)ને ઝડપી પાડ્યો હતો.પ્રોહીબિશનમાં સંડોવાયેલા આ ઉપરોક્ત આરોપી લીસ્ટેડ બુટલેગર સનું મડીયા પલાસનો ભત્રીજો તેમજ પંચાયત સભ્યના પુત્ર હોવાનું પણ સામે આવ્યું હોય.
આમ દાહોદ એલસીબી પોલીસની અલગ અલગ ટીમોએ સ્ટેપ મોરેટરિંગ સેલ ના દરોડા દરમિયાન નાસી છૂટેલા 5 અને પ્રોવિઝનના ગુનામાં સંડોવાયેલા ત્રણ મળી કુલ આઠ બુટલેગરોને ઝડપી જેલ ભેગા કર્યા છે.