મુંબઇ, હાલ ક્રિકેટ રસીકો આઇપીએલ ૨૦૨૪ની રોંમાચક મેચોની મજા માણી રહ્યા છે ત્યારે ટી ૨૦ વલ્ડ કપ ૨૦૨૪ ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ટી ૨૦ વલ્ડ કપ ટૂર્નામેંટ માટે ટુંક સમયમાં ભારતીય ટીમનું એલાન થવાનુ છે. જેમાં સ્ટાર વિકેટકીપર ,બેટ્સમેન ૠષભ પંતને પણ ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ની રાત્રે ૠષભ પંતની કારને અક્સમાત થયો હતો, અને ગંભીર ઇજા થવાથી ૠષભ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટથી દુર હતો. પરંતુ ૠષભે આઇપીએલ ૨૦૨૪ માં પાછા ફરી શાનદાર અંદાજમાં રન બનાવ્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ટી ૨૦ વલ્ડ કપ ૨૦૨૪ માં ૠષભ પંતને સીલેક્ટ કરવામાં આવશે, પંત સીવાય પણ બીજા ધણા ખેલાડીઓ પર બીસીસીઆઇ સીલેક્ટરની નજર છે.પંત આઇપીએલમાં પણ વિકેટકીપિંગમાં પણ કમાલ કરી રહ્યા છે. જ્યારે તેમની બેટીંગની વાત કરવામાં આવે તો તે ફરીથી બેટિંગમાં સારૂ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. દિલ્હી કેપીટલ્સના કેપ્ટન તરીકે પંતે લગાતાર બે અર્ધસતર્ક ફટકારી છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે ટી ૨૦ વલ્ડ કપ જૂન મહિનામાં રમાશે અને આ વર્ષે પણ ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્મા જ રહેશે, ત્યારે ટૂર્નામેંટ માટે આ મહીનાની છેલ્લી તારીખમાં ભારતીય ટીમનું એલાન કરવામાં આવશે.