આ દિવસોમાં કાર્તિક આર્યન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ’ચંદુ ચેમ્પિયન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મુરલીકાંત પેટકરનું વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવા બદલ અભિનેતાની પ્રશંસા થઈ રહી છે. હવે તાજેતરમાં, અભિનેતાએ ઇન્ડસ્ટ્રીના ચચત ભત્રીજાવાદ વિશે તેમનો પરિપ્રેક્ષ્ય શેર કર્યો.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ કહ્યું હતું કે તેને ભત્રીજાવાદ વિશે વાત કરવાનું પસંદ નથી, કારણ કે તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં, નેપોટિઝમનો મુદ્દો ઘણીવાર ઉદ્યોગમાં એક હોટ ટોપિક હોય છે અને તેના પર લાંબી ચર્ચા થતી રહી છે. આ હંમેશા બહારના લોકો તેમજ સ્ટાર કિડ્સમાં ચર્ચાનો વિષય રહ્યો છે.
કાર્તિક કહ્યું કે આમાં વાત કરવા જેવું કંઈ નથી. કાતકે એમ પણ કહ્યું કે આ ઉદ્યોગનો સ્વભાવ છે, જેને બદલી શકાતો નથી અને તેના માટે કોઈને દોષી ઠેરવી શકાય નહીં. તે પ્રતિભા પર આધાર રાખે છે અને તેનાથી આગળ બીજું કંઈ મહત્વનું નથી. તેણે વધુમાં કહ્યું કે કેટલીકવાર સ્ટાર કિડ્સ અને બહારના લોકો માટે તકો હંમેશા સરખી હોતી નથી અને તમે તેના વિશે કંઈ કરી શક્તા નથી.
કાર્તિકની તાજેતરની ફિલ્મની વાત કરીએ તો તે કબીર ખાનની ફિલ્મ ’ચંદુ ચેમ્પિયન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપ્રસિદ્ધ મુરલીકાંત પેટકરના વાસ્તવિક જીવનને સ્ક્રીન પર લાવે છે, જેમણે વિશ્ર્વભરમાં ઓળખ મેળવી હતી. તેણે પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો, જેમાં તે વિકલાંગ બની ગયો હતો, પરંતુ તેનાથી તેની હિંમત તૂટી ન હતી અને તે બધા દર્દને પાછળ છોડીને ઉભા થયા હતા. કાતક આગામી સમયમાં તૃપ્તિ ડિમરી સાથે ’ભૂલ ભુલૈયા ૩’માં જોવા મળશે. હિટ હોરર કોમેડીની ત્રીજી ફ્રેન્ચાઈઝીમાં વિદ્યા બાલન પણ મહત્વની ભૂમિકામાં છે. તે અનીસ બઝમી દ્વારા નિર્દેશિત છે અને ટી-સિરીઝ ફિલ્મ્સ અને સિને ૧ સ્ટુડિયો દ્વારા નિમત છે.