ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મેચ બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાઈ હતી. આ નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 78 રને હરાવીને શ્રેણી 2-1થી કબજે કરી હતી. આ પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 45.4 ઓવરમાં માત્ર 218 રન બનાવી શકી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેશવ મહારાજ બોલેન્ડ પાર્કમાં બેટિંગ કરવા આવ્યા કે તરત જ સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ના ગીતો વાગવા લાગ્યા. વિકેટકીપર અને ભારતીય કેપ્ટન કેએલ રાહુલે તેને પૂછ્યું, “કેશવભાઈ, તમે જ્યારે પણ આવો ત્યારે આ ગીત વગાડે છે.”
તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના સ્ટાર અને અનુભવી ઓલરાઉન્ડર કેશવ મહારાજ ભારતીય મૂળના ખેલાડી છે અને તેમનું ભારત સાથે ખૂબ જ ખાસ જોડાણ છે. આ ઉપરાંત તેઓ હિંદુ ધર્મમાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે અને હનુમાનજીના સાચા ભક્ત પણ છે. આવી સ્થિતિમાં જ્યારે કેશવ મહારાજ ભારત સામેની ત્રીજી વનડેમાં બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા ત્યારે સ્ટેડિયમમાં રામ સિયા રામ ગીત વાગવા લાગ્યું.
આવી સ્થિતિમાં મહારાજની પાછળ વિકેટ કીપિંગ કરી રહેલા કેએલ રાહુલે પૂછ્યું, ‘કેશવભાઈ, તમે જ્યારે પણ આવો ત્યારે આ ગીત વાગે છે.’ રાહુલે આટલું કહ્યા પછી કેશવના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવવામાં સફળ રહી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. તે 45.5 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. ભારત તરફથી બેટિંગ કરતી વખતે સંજુ સેમસને જોરદાર સદી (108) ફટકારી હતી જ્યારે અર્શદીપ સિંહે 4 વિકેટ લીધી હતી.