એસએસસી એચએસસી માર્ચ 2024 બોર્ડની પરીક્ષા અન્વયે દાહોદ જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ

દાહોદ,દાહોદ જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવાસદન દાહોદ ખાતે બેઠક યોજાઇ હતી.

કલેકટર યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લાના તમામ અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે ફરજ સોંપવામાં આવશે. તેમજ જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના તમામ સભ્યો એસએસસી અને એચએસસી પરીક્ષા સંદર્ભે ચર્ચા કરી હતી. દાહોદ જીલ્લામાં પરીક્ષા દરમિયાન તમામ બિલ્ડીંગ ઉપર સીસીટીવી રેકોર્ડિંગ થાય તમામ વિદ્યાર્થીઓને ફર્નિચર અને પીવાના પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યુ હતું.

બેઠકમાં સભ્ય સચિવ અને જીલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રકુમાર.દામા એ જીલ્લામાં યોજાનાર પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે દાહોદ જીલ્લામાં ધોરણ 10 ની પરીક્ષામાં કુલ ત્રણ ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે દાહોદ ઝોન 63 માં કુલ 46 બિલ્ડીંગ અને 454 બ્લોક, લીમખેડા ઝોન 64 માં કુલ 52 બિલ્ડિંગ અને 523 બ્લોક જ્યારે ઝાલોદ ઝોન 83 માં કુલ 41 બિલ્ડીંગ અને 436 બ્લોક આમ કુલ 139 બિલ્ડીંગ ના 1413 બ્લોકમાં અંદાજીત 42,390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તેવી જ રીતે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં દાહોદ ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે જેમાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્રના 11 બિલ્ડિંગમાં 109 બ્લોકમાં 2180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.તેમજ સામાન્ય પ્રવાહમાં 19 પરીક્ષા કેન્દ્ર ઉપર 63 બિલ્ડિંગમાં 696 બ્લોકમાં 20,880 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સુરેન્દ્રકુમાર.એલ દામા એ જીલ્લામાં યોજાનાર પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર સ્મિત લોઢા,એ.એસ.પી કે.સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, સહિત તથા પરીક્ષા સમિતિના અધિકારીઓ અને કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.