એસ.આર.પી. ગૃપ-17 ગોધરા હેડકવાટર્સમાં તાલીમ લઈ રહેલ યુવાનને ફ્રુડ પોઈઝનીંગની અસર થતાં સારવાર માટે ખસેડયો

ગોધરા,ગોધરા એસ.આર.પી.ગ્રુપ 17 નાં ગોધરા શહેરનાં પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા 19 જેટલા યુવાનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામ યુવાનોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગોધરા એસ.આર.પી.ગ્રુપ 17 નાં ગોધરા પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા યુવાનોને ફૂડ પોઇઝનિંગ ની અસર થઈ હતી. ત્યારે તાલીમ લઈ રહેલા 19 જેટલા યુવાનોને ઉલટી ઉબકા અને માથું દુખાવાની ફરિયાદ કરતા તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ની તબિયત સુધારા ઉપર છે. ત્યારે તાલીમ લઈ રહેલા યુવાનો રાત્રે રોજિંદા ક્રમ મુજબ જમ્યા બાદ મોડી રાત્રે તેઓને અસર થઈ હતી. રાત્રે યુવાનો એ કઠોળ અને રોટલી આરોગી હતી.