
શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાની બાળાઓ માટે મંડળની બહેનો દ્વારા અલુણા વ્રત નિમિત્તે પાંચ દિવસ ગોરમાની પૂજન અર્ચના બાળકોને ફૂડ પેકેટ અને વિવિધ સ્પર્ધા અને સરપ્રાઈઝ ગીફ્ટનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 50 થી વધુ દીકરીઓને ગોરમાની પૂજન કરાવી ગોરમાનું મહત્વ મંડળના મંત્રી દીપ્તિબેન પરીખે કરાવ્યો. વિવિધ રમતો રમાડી ડ્રાયફુટ ચીકી અને ચોકલેટ આપવામાં આવી. બીજા દિવસે પણ દીકરીઓને પૂજા કરી પાણીની બોટલ અને ડ્રાયફૂટનું પેકેટ, કેળા વેફર આપવામાં આવ્યા.
ત્રીજા દિવસે પણ આ જ રીતે પૂજા ડ્રાયફ્રુટ પેકેટ અને ગિફ્ટ ચોથા દિવસે ડ્રાયફ્રુટ પેકેટ, મોતીની માળા બુટ્ટીનો સેટ પાંચમા દિવસે રૂપલબેન સુથાર મનોરથી તરફથી દીકરીઓને રસ પુરી અને ભાજીના ભજીયા જમાડવામાં આવ્યા. સાથે મંડળની સહયોગી બહેનો ધ્વારા ડ્રાયફ્રુટ પેકેટ અને આશાબેન ગાંધી તરફથી શૈક્ષણિક કીટ દીકરીઓને આપવામાં આવી. આમ, પાંચ દિવસ 50 થી વધુ દીકરીઓ શાળાના હોલમાં આનંદ કિલ્લોલ કરતી જોવાનો અલભ્ય લાભ અમોને મળ્યો. સાથે સાથે અનેક સ્પર્ધા અને વિવિધ રમતો બાળગીત સાથે ખૂબ જ આનંદ કર્યો અને અમને પણ આનંદ કરાવ્યો.
આ ગૌરી વ્રતની ઉજવણીમાં મંડળની દરેક બહેનોએ પણ ખુબ જ સરસ સહકાર આપ્યો મંડળના મંત્રી દીપ્તિબેને મંડળની જે બહેનોએ સહકાર આપ્યો. તેમનો અને મનોરથીનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર માન્યો અને આવો સાથ અને સહકાર અમને મળતો રહે અને આ શાળાના બાળકોમાં ઉત્સાહ થી દરેક કાર્યક્રમમાં સહભાગી થાય બાળકોમાં ઉત્સાહ વધે એવી તહેવારોનું મહત્વ સમજે એ આશ્રય સાથે સર્વનો ફરીથી ખૂબ ખૂબ હદયપુવેક આભાર માન્યો.