ગેલિસિયા,
સ્પેનમાં ક્રિસમસના દિવસે મોટો અકસ્માત થયો છે.જેમાં ચાલતી બસ પુલ પરથી નદીમાં પડી હતી.ત્યારે આ અકસ્માતમાં ૬ લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ઘાયલ થયા છે.જેમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ત્યારે આ અંગે બચાવર્ક્તાઓએ જણાવ્યુ હતું કે ઉત્તર-પશ્ર્ચિમ સ્પેનના ગેલિસિયામાં થયેલા અકસ્માતમાં છ મુસાફરોના મોત થયા છે,જ્યારે ડ્રાઈવર અને અન્ય એક મુસાફરને ઈજા પહોંચી હતી.બ્રિજથી લગભગ ૩૦ મીટર નીચે ચાલતી બસ લેરેજ નદીમાં ખાબકી હતી.આમ ભારે વરસાદમાં વાહન ચલાવતા મોટરસાયકલ ચાલકે પુલ પર તૂટેલી રેલિંગ જોઇ અને ઈમરજન્સી સેવાઓને બોલાવી.જે બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બસ અને મુસાફરોને નદીમાંથી બહાર કાઢ્યા.
જે બસમાં કુલ આઠ લોકો હતા.જ્યારે બાકીના બે લોકોને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આમ આ નાગે અલ્ફોન્સો રૂએડાએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યુ હતું કે અમે હજુ સુધી અકસ્માતના ચોક્કસ કારણો જાણી શક્યા નથી પરંતુ એ વાત સાચી છે કે ગઈકાલે રાત્રે હવામાનની સ્થિતિ ખૂબ ખરાબ હતી.