સપા સરકારના રાજમાં યુપી ગુનામાં ટોપ પર ; બુલડોઝર ક્યાં ચલાવવું અને ક્યાં નહીં યોગીજી પાસેથી શીખવું જોઈએ:નરેન્દ્ર મોદી

ફતેહપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફતેહપુરમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરતા કહ્યું- મેં તમને પહેલા જ કહ્યું હતું કે શહેજાદા કેરળના વાયનાડથી ભાગશે. જુઓ તે ભાગી ગયા કે નહીં. મેં તમને કહ્યું કે તે અમેઠીની તરફ જવાની હિંમત પણ નહીં કરે. સમાચાર પાક્કા નીકળ્યા. હવે વધુમાં સમાચાર એ છે કે કોંગ્રેસે સન્માન બચાવવા માટે મિશન-૫૦ રાખ્યું છે. મોદીએ કહ્યું- કોંગ્રેસ અને સપા બંનેની કુંડળીઓ મળે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો સપા-કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ ફરીથી રામ લલ્લાને તંબુમાં મોકલી દેશે. આ લોકો રામ મંદિર પર બુલડોઝર ચલાવશે. તેમણે બુલડોઝર ક્યાં ચલાવવું અને ક્યાં નહીં તે અંગે યોગીજી પાસેથી ટ્યુશન લેવું જોઈએ. પીએમએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે રાયબરેલીના લોકો વડાપ્રધાનને પસંદ કરશે. આ સાંભળીને સમાજવાદી શહેજાદાનું દિલ તુટી ગયું. બસ આંસુ ન નીકળ્યા. જેમ જેમ ચૂંટણીઓ આગળ વધી રહી છે. આ ઇન્ડી લોકો પત્તાની જેમ વિખેરાવા લાગ્યા. સમાજવાદી શહેજાદાએ નવી ફઈની શરણ લીધી છે. આ નવા ફઈ બંગાળના છે. ગુરુવારે વડાપ્રધાને યુપીના ૪ શહેરોમાં આઝમગઢ, જૌનપુરી, ભદોહી અને પ્રતાપગઢમાં રેલી કરી હતી. મોદીએ કહ્યું- હવે જ્યારથી ભાજપની સરકાર આવી છે, ઝડપથી ઘરો બનવા લાગ્યા છે. હવે ભાજપ સરકારે ગામડાઓ અને શહેરોમાં મકાનો બનાવ્યા છે. જેમના મકાનો નથી બન્યા તેમને હું ખાતરી આપું છું કે તે તમામ ગરીબોના ઘર બનાવવામાં આવશે. ફતેહપુર કૌશાંબી અને હમીરપુરના લોકો પોતે સમજી રહ્યા છે કે વિકાસ કેવી રીતે થાય છે. હવે જુઓ, કાનપુર-કોલકાતા હાઇવે ૬ લેન બની રહ્યો છે. દરેક જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે અને ભાગ્ય બદલાઈ રહ્યું છે.

મોદીએ કહ્યું- મુલાયમ સિંહ યાદવના પુત્ર હોવાના કારણે મને તેમની પાસેથી અપેક્ષાઓ હતી પરંતુ હું નિરાશ થયો. આ અંગે તમને જણાવું કે જ્યારે હું ૨૦૧૪માં વડાપ્રધાન બન્યો હતો, મેં સપા સરકાર પાસેથી પીએમ આવાસ યોજના બનાવવા માટે યાદી માંગી હતી. પણ તેમણે આપી નહીં. મોદીએ કહ્યું- યુપીમાં પણ સૌથી વધુ મેટ્રો છે. યુપી તમામ યોજનાઓમાં ટોચ પર છે અને વધુ સારું કામ થઈ રહ્યું છે. જ્યારે હું સત્તામાં આવ્યો ત્યારે મને લાગતું હતું કે સપાના શહેજાદા યુપીના ગરીબો માટે કંઈક વધુ સારું કરવાનું વિચારશે. પણ પાછળથી મારી બધી આશાઓ તૂટી ગઈ. શહેજાદાએ ગરીબો માટે કંઈ વિચાર્યું નથી. મોદીએ કહ્યું- તેમના ગઠબંધનના લોકો કહે છે- તેઓ સત્તામાં આવ્યા પછી સનાતન ધર્મનો નાશ કરશે. તમે મને કહો કે શું આ લોકો તમારા એક મતને પણ લાયક છે? તેમને એક પણ મત આપવો જોઈએ? તેમના જામીન પણ જપ્ત કરવા જોઈએ.

મોદીએ કહ્યું- તેમના શાસનનો એજન્ડા હતો કે વન ડિસ્ટ્રિક્ટ, વન માફિયા. આ લોકો આખો જિલ્લો એક માફિયાને આપી દે છે. હત્યા અને હિંસા શરૂ થાય છે. તેઓ ખંડણી વસુલે છે. બહેન-દીકરીઓ ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જાય છે. તમે લોકોએ એ દિવસો જોયા હશે. પણ જ્યારથી યોગી અને આપણા કેશવજીની સરકાર આવી છે. ત્યારથી આ માફિયા માફી માંગીને નાસતો ફરતો હતો. સપાનો માફિયા પ્રેમ હજુ ખતમ નથી થયો મોદીએ કહ્યું- કોંગ્રેસ અને સપા બંનેની કુંડળીઓ મેળ ખાય છે. આ બંને પરિવારવાદને સમર્પિત છે. બંને ભ્રષ્ટાચાર માટે રાજકારણમાં છે. બંને પોતપોતાની વોટ બેંકને ખુશ કરવા માટે કંઈ પણ કરી શકે છે. બંને આતંકવાદીઓ પાસે એટલી જ સહાનુભૂતિ ધરાવે છે. જ્યારે સપા-કોંગ્રેસ સત્તામાં આવે છે, ત્યારે આતંકવાદીઓને છૂટો દોર મળી જાય છે.મોદીએ કહ્યું- મને કોઈ કહેતું હતું કે વિદેશ યાત્રાની ટિકિટ પણ બુક થઈ જાય છે. મિત્રો, યુપીમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. સમગ્ર કોંગ્રેસ પરિવારની ઈજ્જત બચાવવામાં લાગેલી છે. પરંતુ, હજુ પણ દરેક ચૂંટણીમાં બે છોકરાની જોડી લૉન્ચ થઈ જાય છે.મોદીએ કહ્યું- હવે જે વાહનનું ટાયર પંકચર થઈ ગયું છે. તેણ ક્યાં સુધી જશે? એકના એક દિવસે તે ઉભુ રહેવાનું. શું તમે જાણો છો કે તેમની શું હાલત થઈ ગઈ છે? પંજા અને સાયકલના સપના ચકનાચૂર થઈ ગયા છે. હવે ૪ જૂન પછી હારનો દોષ કોના પર ઢોળવો તે નક્કી કરવાની તૈયારીઓ ચાલી રહી છે – ખટાખટ, ખટાખટ. ફતેહપુરમાં પીએમ મોદીએ કહ્યું- હું તમને અંદરની વાર્તા કહું. પુષ્ટિ થયેલ સમાચાર પછી જ હું અંદરની માહિતી કહું છું. શું તમે જાણો છો મેં કહ્યું હતું કે આ શહેજાદા કેરળના વાયનાડમાંથી ભાગી જશે. જુઓ કે તે ભાગી ગયો કે નહીં. મેં કહ્યું હતું કે તે અમેઠી તરફ જવાની હિંમત પણ નહીં કરે. સમાચારની પુષ્ટિ થઈ. હવે વધુ સમાચાર એ છે કે સન્માન બચાવવા માટે કોંગ્રેસે મિશન-૫૦ રાખ્યું છે. મિશન-૫૦ મતલબ કે કોંગ્રેસે છેલ્લા ચાર દિવસમાં ઘણી માથાકુટ કરી અને તેઓએ આદેશ આપ્યા કે કંઈ પણ કરો, આકાશ- પાતાળ એક કરી નાંખો.બસ કોંગ્રેસને ૫૦ બેઠકો મળે તે સુનિશ્ર્ચિત કરો. આ માટે હવે તેઓ હાથ-પગ પછાડી રહ્યા છે.

તેઓ કહે છે કે તે આ બધું તમારી પાસેથી લઈ લેવાશે અને જેની પાસે નથી તેમને આપશે. મતલબ કે જેહાદ કરશે તેને અમે આપીશું. આ તેમનો ટ્રેક રેકોર્ડ છે. આ લોકોએ તુષ્ટિકરણ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મોદીએ કહ્યું- હવે મને કહો, શું તમે તમારી અનામતને લૂંટવા દેશો? શું અમે જીઝ્ર અનામત છીનવવા દેશો? બાબા સાહેબ આંબેડકરે જે આપ્યું છે તે કોઈ છીનવી શકશે નહીં. મોદીએ કહ્યું- જ્યારે હું તેમની પોલ ખોલુ છું ત્યારે તેઓ અકળાઈ જાય છે. પછી આ લોકો ગાળો આપવા લાગે છે. હવે તમે મને કહો કે બાબા સાહેબ આંબેડકર, જ્યારે બંધારણ બની રહ્યું હતું, તો ધર્મના આધારે આરક્ષણના વિરોધમાં હતા. ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો. પરંતુ ૧૦ વર્ષ પહેલા અહીં યુપીમાં આ લોકોએ ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકોએ કર્ણાટકમાં આ કામ કર્યું હતું. ત્યાં તેમણે આ માટે લેબોરેટરી બનાવી. ત્યાં તેઓએ મુસ્લિમોને ઓબીસી બનાવ્યા. ઓબીસી અનામતનો મોટો હિસ્સો લૂંટાયો. મોદીએ કહ્યું- મને કહો, શું ૧૦૦ સીસી એન્જિનથી ૧૦૦૦ સીસીની સ્પીડ મેળવી શકાય છે? જો તમે ઝડપી વિકાસ ઈચ્છો છો તો એક મજબૂત સરકાર જ તે આપી શકે છે. ભાજપ સરકાર જ આપી શકે. અમારું અવધ સારી રીતે જાણે છે કે મજબૂત ભાજપ સરકારનો અર્થ શું થાય છે. આનાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી. અહીંના બારાબંકીના લોકો રામના નામની ઈંટ લઈને અયોયા માટે પગપાળા નીકળ્યા હતા.