
લખનૌ, સમાજવાદી પાર્ટીએ લોક્સભા ચૂંટણી માટે વધુ એક યાદી બહાર પાડી છે. પાર્ટીએ તેની છઠ્ઠી યાદીમાં કુલ ૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ છ ઉમેદવારોમાં સપાએ સંભલથી ઝિયાઉર રહેમાન બર્કે, ઘોસીથી રાજીવ રાય, બાગપતથી મનોજ ચૌધરી, ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)થી રાહુલ અવાન, પીલીભીતથી ભાગવત સરન ગંગવાર અને મિર્ઝાપુરથી રાજેન્દ્ર એસ બિંદને ટિકિટ આપી છે
અત્યાર સુધી પાર્ટીએ કુલ ૪૩ નામોની જાહેરાત કરી છે, છઠ્ઠી યાદી જાહેર થયા બાદ ઉમેદવારોની કુલ સંખ્યા વધીને ૪૯ થઈ ગઈ છે. અગાઉની યાદીમાં પાર્ટીએ બહુચચત સીટ આઝમગઢથી ધર્મેન્દ્ર યાદવને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા નિરહુઆ સામે ચૂંટણી લડશે.
સપાએ તેની પાંચમી યાદીમાં ગૌતમ બુદ્ધ નગરથી ડૉ. મહેન્દ્ર નગરને ટિકિટ આપી હતી, પરંતુ પાર્ટીએ તેની નવી યાદીમાં આ બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. હવે નોઈડાથી નાગરને બદલે પાર્ટીએ રાહુલ અવાનાને ટિકિટ આપી છે.
આ સાથે જ જો ભાજપે આ બેઠક પરથી મહેશ શર્માને ટિકિટ આપી છે. એટલે કે ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં જે લડાઈ પહેલા મહેશ શર્મા અને મહેન્દ્ર નાગર વચ્ચે થવાની હતી તે હવે રાહુલ અવાના સાથે થશે.