સપામાં મુસ્લિમોનું સન્માન નથી, અખિલેશ ખોટા લોકોથી ઘેરાયેલા છે,એસટી હસન

મુરાદાબાદ, લોક્સભાના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થયું હતું આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને કહ્યું કે લોકશાહી અને બંધારણને બચાવવા માટે વોટ આપવો જરૂરી છે. તેમજ ટીકીટ ન મળતા તેની પીડા પણ વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવે લોક્સભા ચૂંટણી માટે એસટી હસનને ટિકિટ આપી હતી પરંતુ તેમના નામાંકનના બીજા જ દિવસે તેમની ટિકિટ રદ કરી દેવામાં આવી હતી. જે બાદ આઝમ ખાને પોતાના નજીકના નેતા રુચિ વીરાને ટિકિટ આપી હતી. જે બાદ પાર્ટી અને એસટી હસન વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. અખિલેશ યાદવ પ્રચાર કરવા ગયા ત્યારે પણ એસટી હસન સાથે આવ્યા ન હતા. હવે હસન કહે છે કે અખિલેશ યાદવ કેટલાક ખોટા લોકોથી ઘેરાયેલા છે. સમાજવાદી પાર્ટીમાં મુસ્લિમોનું સન્માન નથી. તે આ અંગે ચૂંટણી પછી જણાવશે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પ્રથમ તબક્કાના મતદાન પર સમાજવાદી પાર્ટીના નેતા ડૉ.એસ.ટી.હસન કહે છે કે આ લોકશાહીનો તહેવાર છે જેમાં લોકો મતદાન કરે છે, તેમણે બને તેટલું મતદાન કરવું જોઈએ. લોકશાહી અને બંધારણને બચાવવા માટે મતદાન કરવું જરૂરી છે. લોકોને વોટ કરવાની અપીલ કરવાની સાથે એસટી હસને ભાજપ પર પણ નિશાન સાયું અને કહ્યું કે તેઓ (ભાજપ) લોકોને મૂર્ખ બનાવવા માટે વિવિધ ’જુમલા’ અને સંદેશા આપે છે.