સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડ, બેઠક મામલે મતભેદ

ઉત્તરપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સમાજ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટવાના એંધાણ દેખાઈ રહ્યા છે. બંને પક્ષ વચ્ચે બેઠકોને લઈને મતભેદ સામે આવ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ૧૭ બેઠકો ઓફર કરી છે, પરંતુ મુરાદાબાદ અને મુજનૌરની બેઠકને લઈને બંને પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મીડિયા સમાચાર મુજબ અખિલેશ યાદવે બેઠક મામલે કોંગ્રેસને ૩ દિવસની અંદર નિર્ણય લેવા માટે જણાવ્યું હતું.

સમાજવાદી પાર્ટીએ આગામી લોક્સભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવારોની જાહેરાત કરી. પ્રત્યાશીયોની યાદીમાં માફિયા-રાજનીતિક નેતા મુખ્તાર અંસારીના ભાઈ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના મીડિયા અફજાલ અન્સારીનું નામ પણ સામેલ છે. સપાએ આ યાદી એવા સમયે જારી કરી જ્યારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે (પિછડા, દલિત, અલ્પસંખાયક) વર્ગોના ઉમેદવારોને ટિકિટ ન આપવા પર પાર્ટી નેતાઓ અને ગઠબંધનના સહયોગી દળો આલોચનાનો સામનો કરી રહ્યા છે.

આ દરમિયાન, સપા ને સોમવારે ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇક્ધ્લુસિવ અલાયન્સ (ઇન્ડિયા)’ માં પોતાના સહયોગી ગઠબંધન કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં ૮૦ થી ૧૭ લોક્સભા બેઠક આપવાની રજૂઆત કરી છે. સપાનું કહેવું છે કે પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ રાયબરેલીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં થઈ રહેલ ભારત જોડો ન્યાય યાત્રામાં ત્યારે સામેલ થશે જ્યારે કોંગ્રેસ દ્વારા ૧૭ બેઠકના પ્રસ્તાવનો સ્વીકાર કવરામાં આવે.

સપાના ઉમેદવારોની યાદીમાં સામેલ અન્ય ઉમેદવારોમાં હરેન્દ્ર મલિક , નીરજ મૌર્ય, રાજેશ કશ્યપ, ઉષા વર્મા, આરકે ચૌધરી, એસપી સિંહ પટેલ નો સમાવેશ થાય છે. પ્રતાપગઢ), રમેશ ગૌતમ, શ્રેયા વર્મા, વીરેન્દ્ર સિંહઅને રામપાલ રાજવંશી. આ ૧૧ ઉમેદવારોમાંથી ચાર પછાત સમુદાયના છે. આ સિવાય પાંચ અનુસૂચિત જાતિના છે અને વીરેન્દ્ર સિંહ ક્ષત્રિય છે જ્યારે અફઝલ અંસારી મુસ્લિમ છે. અગાઉ ૩૦ જાન્યુઆરીએ સપાએ ઉત્તર પ્રદેશની ૧૬ લોક્સભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી.