મુંબઇ,તમિલ સ્ટાર અજિથ કુમારના પિતા પી સુબ્રમણ્યમનું શુક્રવારે સવારે ૮૪ વર્ષની વયે અવસાન થયું હતું. મળતા અહેવાલો અનુસાર, સાઉથ સ્ટારના પિતાનું વય સંબંધિત બીમારીના કારણે નિધન થયું હતું. અભિનેતાના પિતાના અંતિમ સંસ્કાર આજે સવારે ૧૦ વાગ્યે ચેન્નાઈના બેસંત નાગા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા.
આ સમયે ચાહકો ટ્વિટર પર અજીત અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.
અભિનેત્રી સાક્ષી અગ્રવાલે ટ્વિટ કરતા લખ્યું કે, અજિત કુમાર સર અને પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના..! ભગવાન તેમને આ દુખથી બહાર આવવાની શક્તિ આપે.
અજીત કુમારનો જન્મ ૧લી મે ૧૯૭૧માં થયો હતો. અભિનેતાના બે ભાઈઓ છે, અનુપ કુમાર, એક રોકાણકાર, અને અનિલ કુમાર, ગ્રેજ્યુએટ ટર્ન્ડ એંન્ટરપ્રેન્યોર હતા. અજિત કુમારના પિતા પી સુબ્રમણ્યમ પલક્કડ કેરળના મલયાલી હતા. તેમના લગ્ન કોલકાતાની સિંધી મોહિની સાથે થયા હતા.
એક્ટર અજીત કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતાની એક્શન-થ્રિલર ફિલ્મ ’થુનિવુ’ હતી. આ ફિલ્મ પોંગલ ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે અજિત કુમાર નિર્દેશક માગિઝ થિરુમેની સાથે તેની આગામી ફિલ્મ એકે ૬૨ શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છે.