સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા તેના પતિથી અલગ થઈ રહી છે

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેમના જમાઈ ધનુષ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતા હતા. ત્યારે હવે લગ્નના 18 વર્ષ બાદ આખરે આ રજનીકાંતની દિકરી તેના પતિથી અલગ થવા જઈ રહી છે. આજે કોર્ટમાં એશ્વર્યાએ છૂટાછેડાની અરજી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલે ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

અભિનેતા ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંત હવે અલગ થઈ ગયા છે. બંને વચ્ચેના સંબંધો હવે અંતિમ તબક્કે પહોંચી ગયા છે. આ સમાચારને કારણે બંનેના ચાહકો આઘાતમાં છે.

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ ચેન્નાઈની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ધનુષ અને ઐશ્વર્યા પરસ્પર સહમતિ બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ કેસમાં સુનાવણી થોડા દિવસોમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત બે વર્ષથી સાથે નથી. તેઓએ વર્ષ 2022માં એકબીજાથી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી.

વર્ષ 2022માં સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા અલગ થઈ ગયા. 18 વર્ષ સુધી સાથે રહ્યા બાદ જાન્યુઆરી 2022માં આ કપલનું બ્રેકઅપ થયું. કપલે એક નોટ શેર કરીને આ જાણકારી આપી હતી. થોડા દિવસો પહેલા, અફવાઓ ફેલાઈ રહી હતી કે બન્ને દંપતી વચ્ચે સમાધાન થઈ ગયુ છે, જો કે, તે પછી એક અહેવાલમાં ખુલાસો થયો છે કે તેઓ ફરી સાથે નથી આવી રહ્યા. હવે સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષે તાજેતરમાં ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રજનીકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર રજનીકાંતની પુત્રી છે. જો ધનુષના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે ‘કેપ્ટન મિલર’માં જોવા મળ્યો હતો. ઐશ્વર્યા રજનીકાંતે છેલ્લે ‘લાલ સલામ’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેમના પિતા રજનીકાંતનો પણ વિસ્તૃત કેમિયો હતો.