સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની દરિયાદિલીને સલામ

મુંબઇ,

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ જબરી છે અને તેના ફેન્સ પણ તેના માટે ખૂબ જ ક્રેઝી છે. ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. પરંતુ હાલમાં જ અલ્લુ અર્જુને કંઈક એવું કરી દેખાડ્યું હતું કે જેના પરથી એવું સાબિત થયું હતું કે જેમ ચાહકો તેમના સ્ટાર માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે એ જ રીતે સ્ટાર પણ સમય આવ્યે તેમના ચાહકો માટે કંઈ પણ કરી શકે છે.

હાલમાં જ જ્યારે અલ્લુ અર્જુનને ખબર પડી કે તેના એક ફેનના પિતાની તબિયત ખરાબ છે, તો અલ્લુ તેને મદદ કર્યા વિના રહી શક્યો નહીં. તે ફેનના પિતાની સારવારની તમામ જવાબદારી ઉઠાવી લીધી છે. એક ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી શેયર કરવામાં આવી છે અને આ મદદ કરવા બદલ અલ્લુ અર્જુનનો આભાર માન્યો છે.

અલ્લુ અર્જુનના ઘણા ફેન્સ છે જે તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને કેટલાક ફેન્સે તેના નામ પર ફેન પેજ પણ બનાવ્યા છે. આવા જ એક ફેન પેજે હાલમાં એક પોસ્ટ શેર કરીને અલ્લુ અર્જુનની ઉદારતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે અલ્લુએ એક ફેનના પિતાનો જીવ બચાવ્યો જે ફેફસાંને લગતી બિમારી સામે લડી રહ્યા હતા.

તેને લખ્યું- તેના એક ફેનની સમસ્યા વિશે જાણ્યા બાદ ભગવાન સમાન અલ્લુ અર્જુને પોતાની ટીમની સાથે મળીને ફેનની દરેક સંભવ મદદ કરી હતી. અલ્લુ અર્જુનના ફેને તેના પિતાની ખરાબ હાલત વિશે સોશિયલ મીડિયા પર જાણકારી શેયર કરી હતી અને લોકો પાસેથી મદદ માંગી હતી. તેના પિતાના હેલ્થ રિપોર્ટ શેયર કરતા તેને લખ્યું- બધાને નમસ્કાર, અમારા એક કો-ફેનના પિતા અર્જુન કપૂર ફેફસાના સંક્રમણનો સામનો કરી રહ્યા છે. તેમની મેડિકલ ટ્રીટમેન્ટ માટે ૨ લાખ રૂપિયાની જરૂર છે. તેના પરિવારને આપણી મદદની જરૂર છે. ડિટેલ્સ શેયર કરવામાં આવી છે કૃપા કરીને ડોનેટ કરો અને અન્ય લોકો સાથે શેયર કરો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા પછી ખૂબ જ પોપ્યુલર થયો હતો. તેમની સ્ટાઈલને દેશમાં જ નહીં વિદેશમાં પણ ફોલો કરવામાં આવી હતી. હવે તે આ ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૩માં રિલીઝ થાય તેવી સંભાવના છે. આ સિવાય હાલ તો અલ્લુ પાસે બીજી કોઈ ફિલ્મ નથી.