સાઉથના મેગા પ્રિન્સે અભિનેત્રી લાવણ્યા સાથે લીધા સાત ફેરા,

સાઉથ સુપરસ્ટાર અને ફિલ્મમેકર નાગબાબૂ અને પદ્મજાના પુત્ર અને અભિનેતા વરૂણ તેજએ 1 નવેમ્બર 2023ના દેવરાજ અને કિરણ ત્રિપાઠીની દિકરી લાવણ્યા ત્રિપાઠી સાથે ઈટલીના ટસ્કનીમાં બોર્ગો સેન ફેલિસ રિસોર્ટમાં લગ્ન કર્યા છે.. વરૂણ અને લાવણ્યાના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે.. જેમાં બંને ખુબ જ સુંદર લાગી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે વરૂણ અને લાવણ્યાના લગ્નમાં સાઉથના ક્યા ક્યા સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

મેગા પ્રિન્સ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જોરશોરથી વાઈરલ થઈ રહી છે. તસવીરોમાં બંને ખુબ જ અદ્ભુત લાગી રહ્યાં છે. લાવણ્યાએ પરંપરાગત લાલ રંગની સાડી પહેરી હતી.માથઆ પર લાલ રંગનો દુપટ્ટો કેરી કર્યો છે. આ સાથે જ નથ અને લાઈટ મેકઅપ સાથે તેને પોતાનો લુક પુરો કર્યો હતો. સાઉથ ઈન્ડસ્ટ્રીના આ મેગા વેડિંગનો ભાગ બનાવા માટે મેગા સ્ટાર ચિરંજીવી, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પરિવાર સાથે ઈટાલી પહોંચ્યા હતા. જ્યાં તેઓ આ લગ્નનો ભાગ બન્યા હતા.. વરુણ તેજ ચિરંજીવી અને પવન કલ્યાણનો ભત્રીજો છે. વરુણ તેજ અને લાવણ્યાના લગ્ન 1 નવેમ્બરના થયા હતા. જે બાદ સાંજે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લગ્નમાં 150 જેટલા મહાનુભાવોએ હાજરી આપી હતી. લગ્ન પહેલા વરૂણ લાવણ્યાની કોકટેલ પાર્ટી અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરૂણે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતું.. જ્યારે લાવણ્યાએ સિલ્વર અને વ્હાઈટ રંગનું ગાઉન પહેર્યુ હતું. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દયે કે વરૂણ અને લાવણ્યાની પહેલી મુલાકાત વર્ષ 2017માં તેલુગુના ફિલ્મ મિસ્ટરના સેટ પર થઈ હતી.. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી.. જે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.. ત્યારે 1 નવેમ્બરે વરૂણ અને લાવણ્યા લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે.