સાઉથના અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી

હૈદરાબાદ,

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટોલીવુડ અભિનેતા સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, અભિનેતાએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની સાથે કામ કરનાર સુધાકરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

સુધાકરે ટ્વિટર પર લખ્યું, “સુધીર! આટલી સુંદર વ્યક્તિ તમને જાણીને અને તમારી સાથે કામ કરવું ખૂબ જ સારું લાગ્યું ભાઈ. વિશ્ર્વાસ નથી થતો કે તમે હવે આ દુનિયામાં નથી. ઓમ શાંતિ.” સુધીરે અચાનક આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક દબાણમાં ચાલી રહ્યો હતો. સુધીરના આકસ્મિક નિધનથી સમગ્ર ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના પ્રિયજનો તેમને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

૨૦૧૩માં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી

જણાવી દઈએ કે સુધીરે વર્ષ ૨૦૧૩માં એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેમની પહેલી ફિલ્મનું નામ ‘સ્વામી રા રા’ હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. તે વર્ષ ૨૦૧૬માં ‘કુંદનપુ બોમ્મા’થી ખૂબ જ ફેમસ થયો હતો. જો કે આ ફિલ્મ બાદ પણ તેને ઈન્ડસ્ટ્રીમાં સારી ઓફર મળી રહી ન હતી.