
મુંબઇ,
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટોલીવુડના દિગ્ગજ અભિનેતા ચલપતિ રાવનું ૨૫ ડિસેમ્બર રવિવારે સવારે નિધન થયું હતું. જણાવી દઈએ કે ૭૮ વર્ષીય ચલપતિ રાવને તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અચાનક બનેક આ દુર્ઘટના બાદ અભિનેતાનો આખો પરિવાર સહિત એમના ચાહકો પણ આઘાતમાં છે. આ સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.
ડોક્ટર્સ અનુસાર ચલપતિ રાવ છેલ્લા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તજો કે ચલપતિ ઉંમર વધવાની સાથે અભિનયથી દૂર થઈ ગયા હતા પણ તેઓ અત્યાર સુધી એમના અભિનયના દમ પર તેમના ચાહકોના દિલો-દિમાગ પર રાજ કરતાં હતા.
ચલપતિ રાવ તેલુગુ સિનેમામાં કોમેડી અને વિલન તરીકે જાણીતા હતા અને એમને અત્યાર સુધી ૬૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આંધ્રપ્રદેશમાં જન્મેલા ચલપતિએ ઈન્ડસ્ટ્રીને ’સાક્ષી’, ’ડ્રાઈવર રામુડુ’ અને ’વજ્રમ’ જેવી હિટ ફિલ્મો આપી છે અને એટલું જ નહીં તેઓ સલમાન ખાનની ફિલ્મ ’કિક’નો પણ ભાગ રહી ચૂક્યા હતા.