રિયાધ, સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા પામેલા લોકોને કાં તો ફાંસી અપાય છે અથવા તો શિરચ્છેદ કરાય છે. સાઉદી અરેબિયાના મીડિયા અહેવાલો અનુસાર આતંકવાદના દોષિત સાત લોકોનાં તલવારથી માથાં વાઢી નાખ્યાં હતાં.
આ પહેલાં માર્ચ ૨૦૨૨માં સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં ૮૧ લોકોને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાની સત્તાવાર પ્રેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ સાત લોકો સામે આતંકવાદી સંગઠન બનાવવા અને ફન્ડિંગ ઉઘરાવવાનો આરોપ હતો. જેમાં દોષી સાબિત થતાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
બીજી તરફ આ સાત લોકો સાઉદી અરેબિયાના નાગરિક હોવાના દાવા કરાયા છે. જોકે, તેમની નાગરિક્તાનો સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો નથી.