સાઉદી-ભારતીય ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સમજૂતી,સાઉદી અરેબિયા આતંકવાદ સામેની લડાઈમાં ખાડી દેશોમાં ભારતનો સૌથી મોટો ભાગીદાર બની જશે

  • સાઉદી અરેબિયા હંમેશા પાકિસ્તાનની મુશ્કેલીમાં મદદ કરતું આવ્યું છે.

દુબઈ,સાઉદી અરેબિયા હંમેશા પાકિસ્તાનની મુશ્કેલીમાં મદદ કરતું આવ્યું છે. પરંતુ સાઉદી અને ભારત વચ્ચેની ડીલએ પાકિસ્તાનને હેરાન કરી નાખ્યું છે. આ ડીલ પાકિસ્તાન માટે મુશ્કેલી બની શકે છે. ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી બાદ રોને આતંકવાદને નાથવામાં મોટી મદદ મળશે. આને એક મહત્વપૂર્ણ વિકાસ ગણાવવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ કરારને સાઉદી કેબિનેટની મંજૂરી મળી હતી. આ કરાર બાદ સાઉદી અરેબિયા આતંકવાદ સામેની લડાઈમાં ખાડી દેશોમાં ભારતનો સૌથી મોટો ભાગીદાર બની જશે.

સાઉદી અરેબિયાની કેબિનેટ દ્વારા આપવામાં આવેલી મંજૂરી સાથે સંબંધિત એક સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર, સાઉદી સુરક્ષા એજન્સી ઇછઉ સાથે મળીને આતંકવાદી ઘટનાઓ અને આતંકવાદને મળતી આર્થિક શક્તિને રોકવા માટે કામ કરશે. સાઉદી ગેઝેટ દ્વારા આ સમગ્ર કરારની માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી છે. આ ગેઝેટ અનુસાર, કિંગ સલમાનની અધ્યક્ષતાવાળી દેશની કેબિનેટે આ કરારને મંજૂરી આપી છે. આ બેઠક તાજેતરમાં અલ સલામ પેલેસમાં થઈ હતી. અલ-સલામ પેલેસ ખાતે કિંગ સલમાનની અધ્યક્ષતામાં સાઉદી કેબિનેટે આતંકવાદ સામે લડવા માટે દેશની મુખ્ય સુરક્ષા એજન્સી અને અપરાધ નિવારણ અને તેના ધિરાણ પર ભારતની સંશોધન અને વિશ્લેષણ વિંગ વચ્ચે સહકારને મંજૂરી આપી હતી, ગેઝેટના અહેવાલમાં જણાવાયું છે.

તાજેતરમાં, ભારતના નવા રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાના ગૃહ પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સાઉદ બિન નાયફ બિન અબ્દુલ અઝીઝ સાથે મુલાકાત કરી હતી. સાઉદી અરેબિયાનો આ મોટો નિર્ણય આ બેઠક બાદ જ આવ્યો છે. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું હતું કે સ્વાગત દરમિયાન સામાન્ય હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ સાઉદી અરેબિયાએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન તરફ પહેલું પગલું ભર્યું છે. હાલમાં પાકિસ્તાને આ કરાર અંગે મૌન સેવ્યું છે જ્યારે નિષ્ણાતો સાઉદી અને ભારત વચ્ચેના આ કરારને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા મુદ્દા છે. પરંતુ આ સિવાય ભારત હંમેશા કાશ્મીરમાં આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર માને છે. દેશમાં હાજર આતંકવાદી સંગઠનો પર ભારત હંમેશા કડક વલણ ધરાવે છે. પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આવી સ્થિતિમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાનના ઘણા આતંકવાદીઓ સાઉદી અરેબિયામાં હાજર છે. આવી સ્થિતિમાં આ ડીલ પાકિસ્તાન માટે ખરેખર મોટો ઝટકો છે. તેઓ પણ આ માને છે. મતલબ કે ભારત અને સાઉદી અરેબિયા હવે આતંકવાદના મામલામાં એક જ દિશામાં વિચારી રહ્યા છે.